તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ પાસે અકસ્માતમાં યુવાનનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળ-જૂનાગઢરોડ પર બાયપાસ ચોકડી પાસે ગુરૂવારે સાંજે બપોરે બે મોટર સાયકલ ચાલકોઅથડાતા ચોરવાડ ગામનાં કોળી યુવાનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતુ જયારે પાછળ બેસેલ એક સહિત બેને ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ બાયપાસ ચોકડી પાસે આજે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ તાલુકાનાં ડારી ગામે રહેતા અબ્દુલ મહમદભાઇ ડોસા (ઉ.વ.35) મોટર સાયકલ જયુપીટર નં.જી.જે.32 5960 લઇ બાયપાસ રોડ ઉપર જઇ રહેલ તે વખતે ચોરવાડ ગામે રહેતા કોળી ભાવેશ બચુભાઇ પંડીત (ઉ.વ.26) તથા વિનોદ વરજાંગભાઇ સોલંકી (ઉ.વ.16) મોટર સાયકલનં જી.જે.11 બી.કે.0012માં આવી રહેલ ત્યારે બંને મોટર સાયકલો સામ-સામે અથડાતા ઉપરોકત ત્રણેય યુવાનોને ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ જેમાં ચોરવાડનાં ભાવેશ પંડિત નામના યુવાનનું મૃત્યું નીપજેલ હોવાનું તબીબે જાહેર કરેલ જયારે અન્ય બે યુવાનોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતા. અકસ્માતનાં બનાવ અંગે મૃતક ભાવેશ ના સાળા ચોરવાડ ગામે રહેતા વિજય ભાયાભાઇ ચુડાસમાઅે ડારી ગામનાં અબ્દુલ મહમદ ડોસાની સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હે.કો.આર.ડી.મજગુલએ હાથ ધરેલ છે.

જ્યારે અન્ય એક બનાવમાં વડીયા તાલુકાના ચોકી ચાર રસ્તા નજીક ગઇરાત્રે જેતપુરના યુવકની એક કાર ખાળીયામા પલટી ખાઇ જતા તળાજાના રફિક ઇકબાલભાઇ ફકિર નામના યુવકનુ અહી અકસ્માતમા મોત થયુ હતુ. મૃતક રફિકભાઇ જેતપુરના જાવેદ ભીખુભાઇની કારમા બેસી અહીથી પસાર થતા હતા ત્યારે ઘટના બની હતી. પીએસઆઇ એન.જી.ગોસાઇએ આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો