તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ ધબક્યું : એસટી બસ બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિવીઝનને 75 લાખની આવક ગુમાવી : ખાનગી વાહન ચાલકોએ બે દિવસમાં કમાઇ લીધું : ગામડેથી આવતા છાત્રોને પડી મુશ્કેલી

ઊનાનાંસમઢિયાળા ગામે દલિત યુવાનો પર અત્યાચારનાં પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ગઇકાલે રાજય બંધનાં એલાનને જૂનાગઢમાં જબરો પ્રતિસાદ મળ્યો હતો.ગઇકાલનાં બંધ બાદ આજે ફરી જૂનાગઢ ધબકતું થયું હતુ.જોકે જૂનાગઢ શહેરએ રાબેતા મુજબ ગતી પકડી લીધી છે.પરંતુ હજૂ જૂનાગઢ ડીવીઝન હેઠળનાં નવ ડેપોમાં બસ શરૂ કરવામાં આવી નથી.જેના કારણે ગામડેથી અભ્યાસ કરવા આવતા છાત્રોને ભારે મુશ્કેલી પડી રહી છે.તેમજ એસટી બસ બે દિવસથી બંધ હોય રૂપિયા 75 લાખની આવક ગુમાવી છે.સામે ખાનગી વાહન ચાલકોને કમાણી કરી લીધી છે.

દલિત સમાજનાં બંધનાં એલાનમાં જૂનાગઢ સ્વયં રીતે જોડાયું હતુ.જૂનાગઢ શહેર સજ્જડ બંધ રહ્યુ હતુ. ગઇકાલે જૂનાગઢમાં બંધનાં પગલે બજારો ખાલી દેખાઇ હતી. આજે જૂનાગઢની બજારમાં ફરી જીવ આવ્યો હતો.સવારથી જૂનાગઢની બજારોમાં ટ્રાફીક જોવા મળ્યો હતો.દુકાનનોમાં ખુલી ગઇ હતી અને ખરીદી નિકળી હતી. ગઇકાલનાં સજ્જડ બંધ બાદ આજે જૂનાગઢ ફરી ધબકતું થયુ હતુ. જયારે બીજી તરફ એસટી બસ આજે પણ બંધ રહી હતી. જૂનાગઢ એસટી ડીવીઝનમાં આવતા નવ ડેપોનાં 465 રૂટ આજે પણ બંધ રહ્યા હતા.જૂનાગઢ ડીવીઝનમાં તા 19ની રાત્રીથી અેસટી બસ બંધ છે.બે દિવસથી એસટી બસ બંધ હોય રૂપિયા 75 લાખથી વધુની આવક ગુમાવી છે. ઉપરાંત જૂનાગઢ ડીવીઝનની બે બસ સળગાવવામાં આવી છે.અને 20 થી વધુ બસનાં કાચ તોડવામાં આવ્યા છે.જેના કારણે 50 લાખનું નુકશાન થયું છે.જૂનાગઢમાં બે દિવસથી બસ બંધ હોય ગામડેથી અભ્યાસ કરવા આવતા છાત્રોને મુશ્કેલી પડી રહી છે.તેમજ ખાનગી વાહનોમાં ભારે ટ્રાફીક જોવા મળી રહ્યો છે.એસટી બસ બંધ હોવાનાં કારણે મુસાફરોને હેરાનગતીનો સામાનો કરવો પડી રહ્યો છે.તેમજ હજૂ કયારે બસ શરૂ થશે તેને લઇ એસટી તંત્ર પાસે કોઇ જવાબ નથી.

જૂનાગઢ શહેરમાં દિવસભર પોલીસે પેટ્રોલીંગ ચાલુ રાખ્યું હતું. તસ્વીર- મેહુલ ચોટલીયા

જૂનાગઢમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું

મુસ્લિમ સમાજનો દલિત સમાજને ટેકો

ઊનાનાંસમઢિયાળામાં થયેલા દલિતો પર અત્યચારને સુન્ની સંઘી મુસ્લીમ સમાજ જૂનાગઢ વખોડી કાઢે છે અને દલિત સમાજની ન્યાયી લડતને ટેકો આપે છે.અને સરકાર દ્વારા જનતાનાં જાનમાલનું રક્ષણ કરવામાં આવે અને દલિતો પર અત્યાચાર કરનાર સામે કડક કાર્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.તેમજ સુન્ની સંધી મુસ્લીમ સમાજનાં પ્રમુખ અબુભાઇ નોયડાને જણાવ્યુ હતું.

ગૃહમંત્રીતાત્કાલિક રાજીનામું આપે

કોળીસમાજનાં આગેવાન બટુકભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે, ઊનાનાં સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચારને સમસ્ત કોળી સમાજ વખોડી કાઢે છે. તેમજ ગુજરાત ભાજપ સરકાર દલિતો અન્ય ગરીબો, પછાતવર્ગોની જાનમાલની રક્ષણ કરવામાં નિષ્ફળ ગઇ છે માટે ગૃહમંત્રી તાત્કાલીક રાજીનામું આપી દેવુ જોઇએ.અત્યચાર કરનાર ગુનેગાર સામે કડક કાર્યવાહી કરી સમાજનાં દાખલો બેસાડવો જોઇએ.

શાળા- કોલેજમાં છાત્રોની પાંખી હાજરી

જૂનાગઢશહેર તરફ આવતી એસટી બસ બંધ પડી છે.જેના કારણે ગામડેથી આવતા છાત્રો જૂનાગઢ આવી શક્યા નથી.પરિણામે આજે શાળા- કોલેજોમાં પાંખી હાજરી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો