તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દામોદરકુંડની ડિઝાઇનનાં વિવાદને લઇ મળી બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનપામાં પદાધિકારીઓ સાથેની સંયુકત બેઠકમાં ગરમા ગરમી

લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા પવિત્ર દામોદરકુંડના નવીનીકરણના ચાલતા કામને પગલે કુંડની ધાર્મિક ગરીમાને કોરાણે મુકી સ્વિમિંગ પુલ જેવો બનાવી આધુનિકતાનો ટચ આપવામાં આવતા અંગે વિરોધનો વંટોળ ઉઠયો છે. આજરોજ મહાનગરપાલિકા ખાતે દામોદરકુંડની કામગીરીના કન્સલટન્ટ એજન્સીનાં કોન્ટ્રાકટરો અને કોર્પોરેશનના પદાધિકારીઓની સંયુકત બેઠક મળી હતી. બેઠકમાં જોકે, ગરમા - ગરમી પણ પકડાઇ ગઇ છે.

કોર્પોરેશન ખાતે મળેલી બેઠકમાં દામોદરકુંડનાં નવિનીકરણની કામગીરી અન્વયે વિગતવાર ચર્ચા- માહિતીનો દોર ચાલતો હતો. દામોદરકુંડની કામગીરી કરતી કન્સલટન્ટ એજન્સીનાં કોન્ટ્રાકટર પર પદાધિકારીઓ તુટી પડયા હતાં અને આક્ષેપોની ઘડીઓ વરસાવી હતી. એક આક્ષેપ પ્રમાણે પ્રોજેકટની ટોટલ કોસ્ટમાં એક કરોડ જેટલો વધારો પાછલા બારણે કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત દામોદરકુંડની મુળ ડિઝાઇનમાં પણ ફેરફાર કરી મુળ ડિઝાઇનથી વિપરીત બનાવવામાં આવ્યો છે. ઉપરાંત પ્રોજેકટની શરૂઆતે દામોદુરકુંડના ઘાટ પાસે મંદિર બનાવવાનો પ્લાન હતો નહી પરંતુ બાંધકામ દરમિયાન પ્લાનમાં પણ ફેરફાર કરી મંદિર ઉભુ કરી દેવામાં આવ્યું છે.

બેઠક દરમિયાન મનપાના પદાધિકારીઓ વચ્ચે પણ અંદરો - અંદર ગરમા ગરમી જામી પડી હતી. બાદમાં તમામ પદાધિકારીઓએ દામોદરકુંડ ખાતે સ્થળ મુલાકાત પણ લીધી હતી. આજની બેઠકમાં કમિશ્નર રવિ શંકર, મેયર જીતુભાઇ હિરપરા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી, ડે.મેયર દિવાળીબેન પરમાર, સ્ટેન્ડીંગ ચેરમેન અરવિંદભાઇ ભાલાણી, પુર્વ ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, શાસક પક્ષના નેતા નિર્ભય પુરોહિત, દંડક કિશોરભાઇ અજવાણી, ભરત કારેણા સહિતનાઓ ઉપસ્થિત રહયાં હતાં.

ચેન્જિંગ રૂમના સ્થાને મંદિર બનાવી દેવાયું

^દામોદરકુંડના નવીનીકરણના ચાલતા બાંધકામમાં મહિલાઅોને કપડા ચેન્જિંગ કરવા માટેના રુમો પણ બનાવવામાં આવ્યા નથી. મહિલાઓ માટે રુમ બનાવવાની માંગ કરતા વોર્ડ નં 10 ના કોર્પોરેટર ચંદ્રીકાબેન રાખશીયાઅે જણાવ્યું હતું કે દામોદર કુંડમાં સ્નાન માટે આવતી મહિલાઓ માટે કપડા બદલાવવા માટે રુમની વ્યવસ્થા કરવામાં અાવી નથી. નવાબી કાળથી દામોદર કુંડમાં મહિલાઓ માટે અલાયદા રુમની વ્યવસ્થા હતી. ઉપરાંત અગાઉ પણ દામોદર કુંડની ડીઝાઇનમાં પણ મહિલાઓના ચેન્જિંગ રુમની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ બાંધકામ દરમિયાન જે જગ્યા પણ રુમ બનાવવાના હતા ત્યાં મંદિર બનાવી દેવામાં આવ્યું છે. પરિણામે મહિલાઓને ખુલ્લામાં કપડા બદલાવવા પડી રહ્યા છે. આજે દામોદર કુંડની મુલાકાત વખતે એક મહિલા સ્નાન કરી ખુલ્લામાં કપડા બદલી રહી હતી અા દ્રશ્ય સભ્ય સમાજ માટે શરમજનક છે. > ચંદ્રીકાબેનરાખશીયા, કોર્પોરેટર

ફરીથી સર્વે કરી નિર્ણય લેવામાં આવશે

^દામોદરકુંડનીડિઝાઇનમાં ફેર બદલ કરી ફરી ઘાટ બનાવવા માટે આર્કિટેકટ અને કોન્ટ્રાકટર દ્વારા સર્વે કરવામાં આવશે. તેમજ હવે પછી થનારા ખર્ચનું એસ્ટીમેન્ટ કાઢીને ફરીથી બેઠક બોલાવવામાં આવશે અને ડિઝાઇન રજુ થયા બાદ દામોદરકુંડ બાબતે જરૂરી નિર્ણય લેવામાં આવશે.> જીતુભાઇહિરપરા, મેયર- મહાનગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો