તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ એચઆઇવી કાંડ : હવે 45 દિવસમાં તપાસ પૂર્ણ કરીશું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ એચઆઇવી કાંડ : હવે 45 દિવસમાં તપાસ પૂર્ણ કરીશું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
8 મુદતથી સીબીઆઈ રિપોર્ટ રજૂ કરી શકી નથી

જૂનાગઢઅને તેની આસપાસના 27 થેલિસિમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવી મિશ્રિત લોહી ચડાવી દેવાના કેસની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં સીબીઆઈ સમગ્ર મામલાની આખરી તપાસ 45 દિવસમાં પૂરી કરવાની લેખિત બાંયધરી આપી આઠમી વખત મુદત મેળવી છે.

અંગેની પ્રાપ્ત વિગતોમાં, જૂનાગઢની સરકારી હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના 27થી વધુ થેલિસિમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવી મિશ્રિત લોહી ચડાવી દેવાનો કિસ્સો વર્ષ 2011 પ્રકાશમાં આવ્યો હતો. સમગ્ર મામલે હાઈકોર્ટમાં પિટિશન થતાં કોર્ટે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી. તપાસનો દોર સંભાળી સીબીઆઈએ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં સમગ્ર મામલામાં સંડોવાયેલા 12 આરોપીઓનો ગુનાહિત ઈરાદો હોય ગુનો બનતો નથી તેવો ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને બાળકોના એડ્વોકેટ પરેશ વાઘેલાએ વાંધા અરજી રજૂ કરી હતી. વાંધા અરજીની સુના‌વણીમાં બાળકોના એડ્વોકેટ તપાસ અંગે ઊભા કરેલા સવાલોની તપાસ માટે સીબીઆઈ છેલ્લા દોઢ વર્ષથી મુદત અરજી કર્યા કરે છે. બીજી તરફ, સીબીઆઈએ ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં સીબીઆઈએ આઠમી વખત તપાસનો આખરી અહેવાલ રજૂ કરવા માટે વધુ 45 દિવસના સમયની માગ કરી હતી. વધુ એક મુદત અરજીના પગલે બાળકોના એડ્વોકેટ વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરી કે, સીબીઆઈ દોઢ વર્ષ કયા મુદ્દાની તપાસ કરે છે તેની જાણ કોર્ટને કરતી નથી અને મુદત માગ્યા કરે છે. જેના અનુસંધાને સીબીઆઈએ 45 દિવસમાં સમગ્ર મામલાની આખરી તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવાની લેખિત બાંયધરી આપતાં સ્પેશિયલ સીબીઆઈ જજ એન.જે.નાયીએ સીબીઆઈની અરજી ગ્રાહ્ય રાખી અંગેની વધુ સુના‌વણી 9મી ઓગસ્ટના રોજ નિયત કરી છે.

જૂનાગઢ માસુમકાંડને લઇ જે-તે સમયે ભારે હોબાળો થયો હતો તેમજ અનેક વખત સીબીઆઇ દ્વારા સિવીલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે. પરંતુ હજુ સધી સીબીઆઇ કોર્ટમાં રીપોર્ટ રજૂ કરી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો