• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરનાં પ્રમુખ સ્વામી માર્ગનું કામ અટક્યું

જૂનાગઢ શહેરનાં પ્રમુખ સ્વામી માર્ગનું કામ અટક્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંઅક્ષર સ્વામી નારાયણ મંદિરથી કલેકટર કચેરી સુધીનાં માર્ગને મહાનગર પાલિકા તંત્ર દ્વારા પ્રમુખ સ્વામી માર્ગ નામાભિધાન કરી દેવાયું બાદ માર્ગ પહોળો કરવા માટે છેલ્લા મહિનાનાં વધુ સમયથી કામગીરી ચાલી રહી છે. મહાનગર પાલિકા તંત્ર દ્વારા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ છેલ્લા એકાદ માસથી કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. સુત્રોનુ માનીએ તો માર્ગ પર અનઅધિકૃત દબાણ આવેલા છે. જેને દુર કરવા જરૂરી છે પરંતુ મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી દબાણ દુર કરવામાં આવ્યા નથી. જેનાં કારણે અહિં માર્ગનું કામ અટકી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે અક્ષર મંદિરથી કલેકટર કચેરી સુધીનો માર્ગ બની જતા ટીંબાવાડી મધુરમ વિસ્તારથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં જવા વાળા લોકોને ભારે સવલત રહેશે.

દબાણ હટાવવાનાં બાકી હોવાથી તંત્રની કામગીરી અધ્ધરતાલ

અન્ય સમાચારો પણ છે...