જૂનાગઢ પાસે મિનિબસની ઠોકરે પ્રૌઢનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાસાબલપુર પાસે આજે સવારના અરસામાં મિનિબસે બાઇકને ઠોકર મારી દેતાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું.

તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુખપુર ગામના દીપકભાઇ બાબુભાઇ ગજેરા (ઉ.વ.35) અને અકાળા (ગીર)ના પોપટભાઇ બાવનજીભાઇ વણપરિયા (ઉ.વ.58) મંગળવારે સવારે બાઇક પર જૂનાગઢના સાબલપુર ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મિનિબસ નં.જીજે-14- એલઓ- 9981ના ચાલકે પૂરઝડપે અને ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી પાછળથી બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જતા પોપટભાઇને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયેલ જ્યાં સારવાર મળે પૂર્વે તેમનું મોત નીપજ્યું હતું. બનાવમાં પોલીસે મિનિબસના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...