• Gujarati News
  • મેંદપરાથી ચેઇન લૂંટી ભાગતા લુટારાનું પોલીસ પર ફાયરિંગ

મેંદપરાથી ચેઇન લૂંટી ભાગતા લુટારાનું પોલીસ પર ફાયરિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનામેંદપરા ગામે મંગળવારે સવારે ખેડૂતના ઘરમાં 3 શખ્સો ઘૂસી જઇ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની લૂંટ કરી બાઇક પર નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં 3 પોલીસકર્મીઓએ તેનો પીછો કર્યો હતો, પરંતુ લુટારાઓએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયર કરતાં એક પોલીસકર્મીની કમરના ભાગે ગોળી ઘૂસી ગઇ હતી અને તેને તાત્કાલિક જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. જોકે, પોલીસને થાપ આપી ત્રણેય શખ્સો નાસી છૂટયા હતા.

ભેંસાણ તાલુકાના મેંદપરા ગામે રહેતા કલ્પેશભાઇ માધાભાઇ માલવિયાના પત્ની વર્ષાબેન મંગળવારે સવારે એકલા હતા ત્યારે કોઇએ ઘરનો દરવાજો ખટખટાવતાં વર્ષાબેને દરવાજો ખોલ્યો હતો. સાથે બહાર ઊભેલા અજાણ્યા શખ્સે ફર્નિચરનું કામ કરીએ છીએ એમ કહી અચાનક હુમલો કરી વર્ષાબેને ગળામાં પહેરેલો ચેઇન ઝોંટ મારીને લઇ લીધો હતો. બાદમાં બાઇકમાં બેસેલા બે સહિત ત્રણેય લુટારાઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓ દેવેનભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ વાળા અને દેવાભાઇ ભારાઇ કલ્પેશભાઇ માલવિયાના ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર હકીકત જાણી લુટારાઓને પકડવા મેંદપરા-છોડવડી વચ્ચે કરિયા ગામ તરફ તેમનો પીછો કરી તેમની નજીક પહોંચી ગયા હતા, પરંતુ ત્રણ લુટારુ પૈકી એક શખ્સે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. આથી એક ગોળી પોલીસકર્મી દેવેનભાઇ ચાવડાને સારવારમાં ખસેડાયા છે.

કિડનીની બાજુમાં 4 સેમી અંદર ગોળી ઘૂસી ગઇ

દેવેનભાઇચાવડાનેગોળી પડખાના ભાગે કિડનીની નજીક ચાર સેમી જેટલી અંદર ઘૂસી ગઇ હતી. જે સ્થિતિ સામાન્ય ગણી શકાય અને તેમની તબિયત પણ ઝડપથી સુધરી જશે એમ સારવાર આપનાર તબીબે જણાવ્યું હતું.