કલેક્ટર સામે માનહાનિનો દાવો કરવા ચાવડાની તજવીજ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાનાં માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ સૌપ્રથમ બીપીએલ સહાયતા અભિયાન શરૂ કર્યા બાદ તેમાં સફાળી જાગેલી રાજ્ય સરકારે જિલ્લાભરમાં બીપીએલ નોંધણી માટેનાં કેમ્પો શરૂ કર્યા છે. દરમ્યાન તંત્ર અને ધારાસભ્ય વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે. જેમાં જવાહર ચાવડાએ જિલ્લા કલેક્ટર સામે માનહાનિનો દાવો કરવાની ચિમકી આપી છે.

જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, જૂનાગઢ કલેક્ટર દ્વારા પોતાની માનહાનિ થઇ છે એમ માની પોતે ઉચ્ચતમ ન્યાયાલયમાં જશે. સાથે તેમણે જિલ્લા વહીવટી તંત્રને એવી ચીમકી પણ આપી છે કે, સરકારી કેમ્પમાં કોઇપણ પક્ષનાં લોકોને પ્રવેશ કરાવશો નહીં. આજે ઘણાં સુખી લોકો પાસે બીપીએલ તેમણે અપાવ્યા છે. કોઇપણ ની હાજરીને કારણે તમે કોઇ પક્ષને ફાયદો પહોંચાડવા નિકળ્યા છો એમ માની ન્યાયાલયમાં તમારી સામે ન્યાય માંગીશ. તેમણે એમ પણ જણાવ્યું છે કે, કલેક્ટરનાં કારણેજ ગરીબો ફસાયા હતા. મારું લક્ષ્ય માત્ર મૂળ ગરીબજનોને જોઇતી સહાય મળે માટે છે. જિલ્લા કલેક્ટરે કાગળ ઉપર કરેલી ગેરરિતીઓ, વહીવટી અનિયમિતતા બદલ પોતે કોર્ટમાં જઇ રહ્યા છે એમ પણ તેમણે અંતમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...