• Gujarati News
  • જૂનાગઢમાં લાયન્સ કલબનાં સહયોગથી પ્રથમ વેકેશન ફેસ્ટિવલ

જૂનાગઢમાં લાયન્સ કલબનાં સહયોગથી પ્રથમ વેકેશન ફેસ્ટિવલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંલાયન્સ કલબ અને સુભાષ એકેડેમીનાં સહયોગથી જૂનાગઢવાસીઓ માટે વેકેશન દરમિયાન મનોરંજન અને માહિતી મળે તેવા આશયથી ચાર દિવસનાં વેકેશન ફેસ્ટીવલનું આયોજન કર્યુ છે. જેમાં લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા ફ્રિ ચેકઅપ કેમ્પનું આયોજન કરશે. ફેસ્ટીવલમાં દિવ્ય ભાસ્કર મિડીયા પાર્ટનાર તરીકે જોડાયેલું છે.

જૂનાગઢમાં લાયન્સ કલબ અને સુભાષ એકેડેમીનાં સહયોગથી જૂનાગઢવાસી માટે પ્રથમ વખત વેકેશન ફેસ્ટીવલનું આયોજન તા.29મી મેથી 2 જૂન દરમિયાન કર્યુ છે. ફેસ્ટીવલમાં કોસ્મેટીક્સ, ઇલેકટ્રોનિકસ, સ્પોર્ટસ સાથે એજ્યુકેશન, સ્ટેશનરી વગેરે થીમવાળા પેવેલીયન સાથે વેકેશન ફેસ્ટીવલમાં ખ્યાતનામ કંપની દ્વારા વેકેશનને મનોરંજક અને માહિતીસભર બનાવવાનું આયોજન કર્યુ છે. ઉપરાંત લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા ફ્રિ ચેક અપ કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં થેલેસેમિયા, બ્લડ ચેક અપ, આંખનાં નંબર એચઅપ, ડેન્ટલ ચેકઅપ વગેરે ફ્રીમાં કરવાનું આયોજન છે.

કાર્યક્રમને બ્રાઇટ એન્ટ પ્રાઇઝ અને બ્લ્યુ સ્ટાર ડેન નેટવર્ક જેવી ખ્યાતનામ કંપની અને સુભાષ એકેડેમી તેમજ લાયન્સ કલબ જૂનાગઢ સાથે મળીને કર્યુ છે. જેમાં પ્રફુલભાઇ ચંદ્રેશા, વિપુલભાઇ દોશી, નિલેશભાઇ સાંગાણી વગેરે આયોજનમાં શરૂથી જોડાયેલા રહ્યા છે.