• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ટોલટેક્ષ મુદ્દે ચમોડાનાં લોકો પ્રતિક ઉપવાસમાં જોડાયા

ટોલટેક્ષ મુદ્દે ચમોડાનાં લોકો પ્રતિક ઉપવાસમાં જોડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ-જેતપુરનેશનલ હાઇવે ઉપર વેરાવળ નજીક ચાંડુવાવ-ડારી ટોલબુથ દ્વારા લેવામાં આવતા ત્રણ ગણા ટોલટેક્ષ તેમજ સ્થાનિક વાહન ચાલકોને ટેક્ષમાંથી મુક્તિ આપવવા ટોલબુથ લડત સમિતી દ્વારા છેલ્લા 18 દિવસથી ચાંડુવાવ ટોલબુથ સામે છાવણી નાંખીને પ્રતિક ઉપવાસ આંદોલન ચલાવી રહેલ છે. આજે ચમોડા ગામનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ટોલપ્લાઝા એજન્સીનાં સુત્રો જણાવી રહ્યા છે કે જેતપુર-સોમનાથ નેશનલ હાઇવેની જાળવણી માટે નેશનલ હાઇવે ઓથોરીટીએ જીએસટીપીએલ કંપની સાથે ગત તા.7 ફેબ્રુ.2011 નાં રોજ કરેલ કરાર મુજબ હાઇવેની 75 ટકાથી વધારે કામગીરી પૂર્ણ થતા ટોલ ફીની વસુલાત કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક લોકોમાં એક એવી માન્યતા છે કે ટોલ ફી એજન્સી દ્વારા નક્કી કરવામાં આવે છે ખરેખર વાસ્તીકતા છે કે, રોડની લંબાઇ અને ખર્ચ સાથે મોંઘવારી દરને ધ્યાનમાં લઇ નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ટોલના દર નક્કી કરવામાં આવે છે.

ગાદોઇ ટોલપ્લાઝા 42.71 કિ.મી. જ્યારે ડારી ટોલપ્લાઝા 57.18 કિ.મી. ગણવામાં આવે છે આનુ કારણ જૂનાગઢ બાયપાસનું કામ અધુરૂ છે જેની લંબાઇ 19.9 કિ.મી. છે તેનો સમાવેશ અંતરમાં થયેલ નથી. પરંતુ જૂનાગઢ બાયપાસનું કામ પૂર્ણ થયા બાદ ગાદોઇ ટોલપ્લાઝાનું અંતર 63.30 થશે અને તે ધોરણે ટોલ વસુલાશે. કેન્દ્ર સરકારની સુચના મુજબ એનએચ 51 નાં ટોલપ્લાઝા પરથી આવક-જાવક ટીકીટ આપવામાં આવશે અને ટીકીટ ચોવીસ કલાક સુધી ચાલશે. તેમજ ટોલ પ્લાઝાથી 20 કિ.મી.નાં અંતર વચ્ચેનાં સ્થાનિક રહેવાસીઓ કે જેઓ ખાનગી વાહનો ચલાવે છે તેઓ મહિનાનાં રૂા.230 નાં માસિક પાસ મેળવી એક મહિનામાં 50 વખત ટ્રીપ કરી શકશે. વધુમાં ટોલ પ્લાઝા પર ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટોલથી તોબા

અન્ય સમાચારો પણ છે...