• Gujarati News
  • સરદારપુરમાં એસટી નિયમિત કરવામાં નહીં આવે તો આંદોલન

સરદારપુરમાં એસટી નિયમિત કરવામાં નહીં આવે તો આંદોલન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાંસરદારપુર ગામે નિયમીત એસટી બસ આવતી હોય જૂનાગઢ એસટી ડિવીઝનને પત્ર પાઠવી 10 દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો ભેંસાણ ખાતે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવાની સરપંચે ચિમકી આપી છે.

સરદારપુર ભેંસાણ તાલુકાનાં રસ્તાથી અંદરનાં વિસ્તારમાં આવતુ ગામ છે જેમાં ગામમાં વસ્તા લોકો તથા વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓની સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવા માટે જૂનાગઢ બગસરા, જૂનાગઢ-ગોરવીયાળી અને જૂનાગઢ - સરદારપુર એવી માત્ર ત્રણ બસની સગવડતા છે. પરંતુ સરકારનાં કોઇ કાર્યક્રમ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમો માટે એસટી તંત્ર મનફાવે ત્યારે બસોનો રૂટ કાપવામાં આવે છે તેમજ ઘણા સમયથી બસ રેગ્યુલર આવતી હોવાથી લોકો હેરાન-પરેશાન થઇ જાય છે.

પ્રશ્ને સરદારપુરનાં સરપંચે જૂનાગઢ ડેપો મેનેજર તથા ડીસીને અનેક વખત ફોન પર તથા રૂબરૂ મુલાકાત લઇ જાણ કરી છે. છતા પણ એસટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઇ કાર્યવાહી થતી હોય ગામ લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે.

આગામી 10 દિવસમાં સરદારપુર ગામે એસટી બસને રેગ્યુલર કરવામાં નહિં આવે તો ભેંસાણ ખાતે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવાની ચિમકી સરપંચ અને ગામ લોકોએ આપી છે.