• Gujarati News
  • ડિસ્ટ્રીક ક્રિકેટ એસો. દ્વારા જયહિંદ ટ્રોફીનાં ખેલાડીઓનું સિલેકશન થશે

ડિસ્ટ્રીક ક્રિકેટ એસો. દ્વારા જયહિંદ ટ્રોફીનાં ખેલાડીઓનું સિલેકશન થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં રાષ્ટ્રવાદી યુવા વાહિનીનાં મહાસચિવ અરૂણ શર્મા મંત્રી તરીકે નિમાયા

દામનગરમાં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનો 46 દર્દીઓએ લાભ લીધો

ચમારડીમાં પ્લોટ શાળાનાં શિક્ષકના વિદાય સમારોહનું આયોજન કરાયું

જૂનાગઢમાં અસ્મિતા ગૃપનાં પ્રેસી. દ્વારા ફેમિલી અંતાક્ષરીનાં કાર્યક્રમનું આયોજન

જૂનાગઢ |જૂનાગઢનાં રાષ્ટ્રવાદી યુવા વાહિનીનાં મહાસચિવ અરૂણ શર્મા દ્વારા જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી તરીકે કેશોદનાં ભૌતિકભાઇ ઠુંમરની નિમણૂંક કરવામાં આવી હતી. તકે તેમની નિમણૂંક થવાથી ઠુંમર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટિયન્સ રોક્સનામના ફેસબુક પેજ પર રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમની તસવીર શેર કરવામાં આવી હતી.

દામનગર |દામનગરમાં ધોળકીયા પરિવાર દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ. કેમ્પમાં મોટી સંખ્યામા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં મોતીયાના 37 અને વેલના 9 દર્દીઓએ ઓપરેશનનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા સરદાર ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

બાબરા |બાબરાના ચમારડીમાં પ્લોટ શાળાના શિક્ષક અશોકભાઇ રાજયગુરૂ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આચાર્ય વિજયભાઇ, હરેશભાઇ સહિત સ્ટાફ દ્વારા સેવાને બિરદાવી તેમને નિવૃતીની શુભકામના પાઠવી હતી.

જૂનાગઢ| અસ્મિતાગૃપનાં પ્રેસીડેન્ટઅંજલીબેન સાવલીયાએ જણાવ્યું હતુ કે આજનાં ટેકનોલોજીનાં યુગમાં જ્યારે પરિવારનાં તમામ સભ્યો ટીવી, કમ્પ્યુટર કે પોત પોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય ત્યારે અસ્મિતા પ્રાઉન્ડ ટુ બી વુમન ગૃપ દ્વારા આગામી તા.7 જૂનનાં સાંજે 5 કલાકે પ્રેસીડેન્ટ હોલ ખાતે ફેમિલી અંતાક્ષરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ પરિવાર સાથે અંતાક્ષરી દ્વારા ગીતો અને વિચારોની આપ-લે થાય અને નાની-નાની રમતોથી પરિવારને એક તાંતણે બાંધી શકાય તેવો એક સમાજને એક સંદેશો આપવાનો છે. કાર્યક્રમમાં ભાગ લેવા ખુશ્બુ વ્યાસ, મનિષા ગોધવાણી, ઋતિકા નિર્મળ, અલ્પા ઉનડકટ, પુજા લાઠીગરા, બીના ધામેચા પાસે નોંધણી કરાવવાની રહેશે.

જૂનાગઢ |જૂનાગઢ ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસીએશન દ્વારા આગામી તા.28મે નાં સવારે 9 કલાકે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં જયહિંદ ટ્રોફીનાં ખેલાડીઓનું સિલેકશન કરવામાં આવશે. ક્રિકેટમાં ભાગ લેવા ખેલાડીઓએ સફેદ ડ્રેસ, કીટ અને ડોકયુમેન્ટ સાથે લઇને હાજર રહેવાનું રહેશે. તેમ એસોસીએશનનાં પ્રમુખ પાર્થ કોટેચાએ જણાવ્યું હતું.

જૂનાગઢ |દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે ભાજપાનાં મહિલા મોરચા દ્વારા જૂનાગઢમાં વોર્ડ નં.13 એટલે કે બસ સ્ટેન્ડ પાછળ આવેલ નહેરૂ પાર્ક સોસાયટીનાં ગરબી ચોક પાસે સફાઇ અભિયાન કર્યુ હતું. જેમાં દક્ષાબેન કવા, પુજાબેન કવા, પ્રીતીબેન સાંગાણી, અમીનાબેન, રેણુકાબેન પાનેરી, નીલેશભાઇ ભટ્ટ, શૈલેષભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમ અલ્કેશ એફ.ગુંદાણીયાએ જણાવ્યું હતું. /

વોર્ડ નં.13ની ભાજપા મહિલા મોરચાઅે કરી સફાઇ

જૂનાગઢનાં જિલ્લા કલેક્ટર તરીકે વર્ષો પહેલાં ફરજ બજાવી ગયેલા અને હાલ કેન્દ્ર સરકારમાં માઇનોરિટી સેલનાં સેક્રેટરી પદે કાર્યરત રાજીવ ટકરૂ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર આલોકકુમાર પાંડે અને શાસક પક્ષનાં નેતા શૈલેષ દવેએ તેમની સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. આગામી તા. 28 મેનાં રોજ તેઓ મનપા કચેરી ખાતે પદાધિકારીઓને મળશે.

કેન્દ્રિય સચિવ જૂનાગઢની મુલાકાતે