રાષ્ટ્રીય કૃમિ મુકિત દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
84000 બાળકોને કૃમિ નાશક ટેબ્લેટ ખવડાવાઇ

જૂનાગઢમાંરાષ્ટ્રીય કૃમિ મુકિત દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ શાળા તેમજ આંગણવાડીમાં 84000 બાળકોને કૃમિ નાશક ટેબ્લેટ ખવડાવાય હતી. જૂનાગઢનાં 6 અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો દ્વારા મેયર તેમજ મેડીકલ હેલ્થ અોફીસરની સુચનાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ શાળાઓ અને આંગણવાડીનાં કુલ 84000 બાળકોને કૃમિ નાશક ટેબ્લેટ ખવડાવવામાં આવી હતી.

10 ફેબ્રુઆરીની રાષ્ટ્રીય કૃમિ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં મહાનગર પાલીકાના કમિશ્ર્નર વી. જે. રાજપુત, મેયર આધ્યાશકિત મજમુદારની સુચના અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીની બહેનો તેમજ જૂનાગઢના 6 અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓએ કામગીરી હાથ ધરી હતી. જેમાં આંગણવાડીમાં આવેલા બાળકોને તેમજ સ્કુલોમાં જઇને કુલ 84000 બાળકોને ટેબ્લેટ ખવડાવાય હતી. સાથોસાથ કૃમિ થવાના કારણોથી અવગત કરાયા.

અન્ય સમાચારો પણ છે...