11 માર્ચે પોલીયોનાં 198 બુથ પર ટીપાં પીવડાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં આગામી 11 માર્ચે પલ્સ પોલીયોનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. આ માટે 198 બુથ ઉભા કરી બાળકોને દો બુંદ જીંદગીના આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા મનપાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના જણાવ્યા મુજબ પોલીયોની બિમારીથી બાળકોને રક્ષિત કરવા સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને આ પ્રયાસ અંતર્ગત આગામી 11 માર્ચે પોલીયોના ટીપાં પીવડાવવામાં આવશે. જે લોકોએ પોતાના 0 થી 5 વર્ષના બાળકોને અગાઉ ટીપાં પીવડાવ્યા હોય તેમણે પણ પોતાના બાળકોને ટીપાં અવશ્ય પીવડાવવા કારણકે, આનાથી કોઇ આડ અસર કે નુકસાની થતી નથી. શહેરમાં 198 બુથ ઉભા કરવામાં આવશે જેમાં હેલ્થનો 850 નો સ્ટાફ સેવા બજાવશે. કુલ 38 હજાર બાળકોને પોલીયોથી રક્ષિત કરવાનું લક્ષ્યાંક છે. શહેરની તમામ શાળા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રવિવારી અને અત્યંત છેવાડાના વિસ્તારો તેમજ ઝુપડપટ્ટીમાં જઇ બાળકોને ટીપાં પીવડાવાશે.

અન્ય સમાચારો પણ છે...