• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ધર્મમાં શ્રદ્વા હોય તો પ્રભુ કઠિન સ્થિતીમાં પણ માર્ગ શોધી આપે છે

ધર્મમાં શ્રદ્વા હોય તો પ્રભુ કઠિન સ્થિતીમાં પણ માર્ગ શોધી આપે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇષ્ટદેવ કે ધર્મમાં શ્રદ્વા હોય તો પ્રભુ કઠિન સ્થિતીમાં પણ માર્ગ શોધી આપે છે તેમ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પૂ. હરિપ્રસાદસ્વામીએ પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની ધર્મયાત્રાએ નિકળેલા 85 વર્ષિય સંત હરિપ્રસાદસ્વામી રાજકોટ, જસદણ બાદ જૂનાગઢ ખાતે પધાર્યા હતા જયાં વિશાળ ભકત સમુદાયે તેમનું ભકિતભાવ પૂર્વક સન્માન કર્યું હતું. સ્વામીજીએ સવારે ભવનાથ સ્થિત નારાયણ ધરા ખાતે સત્સંગ સભા યોજી હતી. બાદમાં સાંજના ઝાંઝરડા ચોકડી સ્થિત આત્મિય સંસ્કારધામ ખાતે પણ સ્નેહમિલન અને સત્સંગ સભા યોજાઇ હતી. તેમણે અેમ પણ જણાવ્યું હતું કે જીવન તિર્થરૂપ બને તો તીર્થયાત્રા સાર્થક થાય. જયારે સર્વમંગલસ્વામીએ જણાવ્યું હતું કે નિર્વ્યસની, નિર્વિકારી, પવિત્ર, પ્રમાણિક અને પારદર્શી જીવન જીવતા જીવંત સંત સમા યુવાનોનું સર્જન એ સ્વામીજીનું યોગ કાર્ય છે.