પ્રા.શાળાના શિક્ષકોને ચકલીના માળા આપી સન્માનિત કરાયા
મુક્તાનંદ બાપુ આયોજીત આનંદધારા પ્રોજેક્ટ દ્વારા વિસાવદર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો, વયનિવૃત્ત થતા શિક્ષકો અને અધિકારીઓના સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઇ ભેડા, મંત્રી દિનેશભાઇ, ત.પ્રા.શિ.સંઘ પ્રમુખ પાલાભાઇ ભેટારિયા, ડાયેટ અમરેલીના પ્રાચાર્ય રાજુભાઇ ભટ્ટ, કે.નિ.ઢોલાભાઇ, બીઆરસી કો ઓ બિપિનભાઇ વાઘમશી તેમજ આનંદધારાની શાળાઓમાં શ્રેષ્ઠ શાળાઓને ચકલીનો માળો, ચણની ડીશ, પાણીનું કુંડુ, આનંદધારા કેપ અને મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.આ તકે મુક્તાનંદ બાપુ, ડો.નલીન પંડિત, પાર્થેશભાઇ પંડ્યા, બિંદુબા ઝાલા સહીતના મહેમાનેા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સન્માન સમારોહમાં ખોડીયારપરા પ્રા.શાળાની વિદ્યાર્થીનીએ ઇશ્વર સાથેનો સીધો સંવાદ વકતવ્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.