• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જીતુભાઇ હિરપરા ભાજપમાં સંગઠનનાં માણસ ગણાતા. તેમની રાજકીય

જૂનાગઢ | જીતુભાઇ હિરપરા ભાજપમાં સંગઠનનાં માણસ ગણાતા. તેમની રાજકીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જીતુભાઇ હિરપરા ભાજપમાં સંગઠનનાં માણસ ગણાતા. તેમની રાજકીય કારકિર્દી યુવાવયથી શરૂ થઇ હતી. તેઓ યુવા ભાજપમાં પ્રદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. તેઓ આરએસએસનાં સ્વયંસેવક હતા. અને રોજ શાખામાં જવાનો તેમનો નિયમ હતો. જીતુભાઇએ 2009 થી 2012 દરમ્યાન જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. 2014 માં યોજાયેલી જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. 15 માંથી ચૂંટાઇ આવ્યા હતા. તેમની સિનીયોરિટીને લઇ મેયર બનાવાયા હતા. 2016 સુધી તેઓ મેયરપદે રહ્યા હતા. અને બાદમાં પોરબંદર જિલ્લા ભાજપનાં પ્રભારી તરીકે સેવારત હતા.

અન્ય સમાચારો પણ છે...