તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સામાન્ય વ્યવહાર શિખવામાં બાળકોને પડી રહી છે મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય વ્યવહાર શિખવામાં બાળકોને પડી રહી છે મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અને ગ્રામ્યનું વિભાજન થયું : ગ્રામ્યમાં 130 બાળકો સામે 8 શિક્ષક

જૂનાગઢમાં માનસિક વિકલાંગ બાળકો 247 અને શિક્ષક એક

એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

સર્વશિક્ષા અભિયાન હેઠળ સ્પેશિયલ ચાઇલ્ડને વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. સ્પેશિયલ ચાઇલ્ડને માનસિક વિકલાંગ બાળક પણ કહે છે. જૂનાગઢ તાલુકામાં પ્રકારનાં કુલ 377 બાળકો છે. ગાંધીનગરથી જૂનાગઢ શહેર અને તાલુકાનું બે ઝોનમાં વિભાજન કરી દેવામાં આવ્યું છે.

વિભાજન સાથે બાળકો અને શિક્ષકોનું પણ વિભાજન થયું છે. જૂનાગઢ તાલુકામાં કુલ 9 શિક્ષકો ફરજ બજાવતા હતા. હવે વિભાજન થતા જૂનાગઢ શહેરમાં મુશ્કેલી સર્જાય છે. વિભાજન થતા જૂનાગઢ શહેરમાં 247 બાળકો અને ગ્રામ્યમાં 130 બાળકો રહ્યાં છે.જયારે શહેરમાં 1 શિક્ષક અને ગ્રામ્યમાં 8 શિક્ષક થયા છે. જૂનાગઢમાં 247 બાળકો સામે 1 શિક્ષક છે.

બાળકોને શુ મુશ્કેલી પડે છે ω?

સ્પેશિયલચાઇલ્ડને શિક્ષક દ્વારા સામાન્ય વ્યવહાર શિક્ષણ એટલે કે કપડા પહેરતાં શિખવવુ, દરવાજો કેમ ખોલવો સહિતનું શિખવવામાં આવે છે. હવે એક શિક્ષક હોય તમામ જગ્યાએ પહોચી શકે નહી. જેના કારણે બાળકોને આગળ વધી શકતા નથી.

ગાંધીનગરનીમંજૂરી મળી નથી : કો ઓર્ડિનેટર

જિલ્લાકો ઓડિનેટર નિતાબેન ડોબરિયાએ કહ્યું હતુ કે,જે ગ્રામ્યનાં શિક્ષકો છે તેને એક દિવસ જૂનાગઢમાં અભ્યાસ કરવા માટે આદેશ આપ્યો છે. શિક્ષકોનાં દિવસ નકકી થઇ ગયા છે. વધુ શિક્ષક માટે મંજૂરી માંગી હતી. ગાંધીનગરથી મંજૂરી આપવામાં આવી નથી.અહીથી વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્પેશિયલશિક્ષક દરેક શાળામાં અભ્યાસ કરાવે

સ્પેશિયલચાઈલ્ડ માટે સ્પેશિયલ શિક્ષકની નિયુક્તી કરેલી હોય છે. શિક્ષક જુદા-જુદા દિવસે જેતે શાળામાં જઇ અભ્યાસ કરાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો