તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ પ્રકરણમાં ધમકી મળતા યુવાનનો આપઘાત : ચકચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનામાખિયાળામાં રહેતા અને અભ્યાસ કરતો અશ્વિન પ્રવિણભાઇ પાનસુરિયા એક યુવતીને પ્રેમ કરતો હતો. અને પ્રેમ પ્રકરણમાં જૂનાગઢના દોલતપરામાં રહેતો કારખાનેદાર નિતિન કાનબાર નામનો શખ્સ અવારનવાર અશ્વિન પાસે આવતો અને યુવતી સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો.અને અવાર નવાર મારી નાખવાની ધમકી આપતો હતો .જેથી અશ્વિનને લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનામાં સુસાઇડનોટમાં યુવાને નિતિનનું નામ લખેલુ હોવા છતા પોલીસે 6 દિવસ સુધી પોલીસ ફરિયાદ લેતી હતી.અને બહાનાબાજી કરતી હોવાથી આજે કોંગ્રેસના કાંતીલાલ ગજેરા,વી.ટી સીડા સહિતના આગેવાનો દોડી ગયા હતા.અને તાલુકા પોલીસ સામે ધરણ કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસે ફરિયાદ નોધી હતી.કોંગ્રેસ દ્વારા તાત્કાલીક આરોપીને ઝડપી લેવા માંગ કરી હતી. યુવાનનાં આપઘાતનાં બનાવથી ચકચાર પ્રસરી છે.

દોલતપરાનો કારખાનેદાર ધમકી આપતો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો