તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોએ પ્રદર્શિત કરી ભારતીય યોગ સંસ્કૃતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત 38 મી સ્પર્ધામાં યોગ સંસ્કૃતિનાં અદભુત વારસાની ઝલક દર્શાવાઇ

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આજે યોગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિવિધ કેટેગરીનાં છાત્રોએ ભારતીય યોગ સંસ્કૃતિનાં અદ્ભુત વારસાની ઝલક દેખાડી હતી. જ્યારે છાત્રાઓએ તો યોગ થકી પીરામીડ બનાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત ભાસ્કર અભિવ્યક્તિની યોગ નિદર્શન સ્પર્ધા આજે તક્ષશિલા વિદ્યાનિકેતન ખાતે યોજાઇ હતી. જેમાં જુદા જુદા ફિલ્મી ગીતો તેમજ વિવિધ રીધમ ઉપર યોગ રજૂ કર્યા હતા. શરીરને રબ્બરની માફક વાળી વિવિધ યોગ મુદ્રાઓ રજૂ કરતા છાત્રો અને છાત્રાઓએ ઘડીભર તો સમગ્ર વાતાવરણને યોગમય બનાવી દીધું હતું. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવની સાથેની 38 મી ઇવેન્ટ સંપન્ન થઇ છે. અને હજુ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઇ રહ્યું છે. આજની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પતંજલિ યોગ સમિતીનાં પ્રદેશ સભ્ય અને જિલ્લા પ્રભારી સાજીદાબેન ખોખર તેમજ સમિતીનાં ચેતનાબેન ગજેરાએ સેવાઓ આપી હતી. નવી પેઢીની યોગ આસનમાં પ્રવિણતા અને અભિરુચિ જોઇ સહુ અભિભૂત થયા હતા.

યોગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો કર્યા હતાં. તસ્વીર- મેહુલ ચોટલીયા

વિજેતા વિદ્યાર્થીઓની નામાવલી

ક્રમ શાળા/કોલેજનું નામ મેળવેલ ક્રમાંક

ધો.4-5

1.આર. એસ. કાલરીયા પ્રા. (ઇંગ્લીશ) સ્કુલ પ્રથમ

ધો.6 થી 8

1.મારી પ્રાથમિક શાળા પ્રથમ

2. કન્યાશાળા નં. 4 દ્વિતીય

3. એકલવ્ય પબ્લિક સ્કુલ તૃતીય

ધો.9 થી 12

1.કોન્વેન્ટ સ્કુલ - રોહન વિરાણીનું ગૃપ પ્રથમ

2. કોન્વેન્ટ સ્કુલ દ્વિતીય

કોલેજઅને ઓપન

1.સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ પ્રથમ

2. એમ. એમ. ઘોડાસરા મહિલા કોલેજ દ્વિતીય

3. નોબલ કોલેજ તૃતીય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો