તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ખામધ્રોળ રોડ પર ખાડો ખોદી કામ અધુરૂં છોડતાં અકસ્માતનો ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખામધ્રોળ રોડ પર ખાડો ખોદી કામ અધુરૂં છોડતાં અકસ્માતનો ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારે વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક જામ પણ સર્જાય છે

જૂનાગઢનામેજવડી ગેટથી ખામધ્રોળ જવાના રસ્તા પર ગટર લીકેજ થવાને કારણે તંત્ર દ્વારા ખાડો ખોદ્યા બાદ કામ અધુરુ છોડી દેતા વાહનચાલકોને અહી મોટો અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત રસ્તા પર ભારે વાહનો ચાલતા હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે.

જૂનાગઢના મજેવડી ગેટથી ખામધ્રોળ જતા માર્ગ પર થોડા દિવસ પહેલા ગટરની લાઇન તુટી જતા તંત્ર દ્વારા ખાડો ખોદવાનું કામ શરૂ કર્યુ હતુ. જોકે બાદમાં કામ અધુરુ છોડી દીધુ હતુ.અને ખાડો પણ જેમને તેમ છોડી દીધો હતો.જેના કારણે અહીથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગ પર દિવસ રાત ભારે વાહનો ચાલતા હોવાથી સતત ધમધમતો રહે છે. જેના કારણે અહી ટ્રાફિક જામની પરિસ્થિત સર્જાઇ છે. તેમજ રાત્રીના સમયમાં મોટો અકસ્માત પણ સર્જાવાનો ભય વાહનચાલકોને સેવી રહ્યો છે.અહી કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પાઇપ લાઇન રિપેર કરી ખાડો બુરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

રસ્ત વચ્ચે ખોદાયેલ ખાડાઓને લીધે લોકોને હાલાકી તસ્વીર- મેહુલ ચોટલીયા

તંત્રની બેદરકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો