તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ યુનિ.એ ખેડૂતોને પ્રશિક્ષણ આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢકૃષિ યુનિવર્સિટીએ ખાંભા, ઉના અને ગીરગઢડા તાલુકાનાં 16 ગામોનાં પ્રગતિશીલ ખેડૂતોને એક દિવસીય તાલીમ આપી હતી. જેમાં કપાસ, મગફળીનાં પાકોમાં આવતા રોગ-જિવાતની માહિતી આપી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખાંભા, ઉના અને ગીરગઢડા તાલુકાનાં 16 ગામનાં ખેડૂતોને પાકમાં અાવતા રોગ વિશે જાગૃતિ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં આધુનિક ખેતી-પશુપાલનનું મહત્વ સમજાવાયું હતું તેમજ સામુહિક ખેતી કરવા અનુરોધ પણ કર્યો હતો. ગાય આધારિત ખેતી અને જીવામૃતનું મહત્વ સમજાવ્યું હતું. આધુનિક સાધનો દ્વારા ખેતી કરી કોઠા સુઝ અને વિજ્ઞાનથી ખેતી સફળ બની શકે છે. કપાસ, મગફળીનાં પાકોમાં આવતા રોગ-જીવાત અને તેનું સંકલિત નિયંત્રણ રાખવાનું સમજાવ્યું હતું. કપાસનાં પાકમાં મલ્સીંગનું મહત્વ છે. કેમકે ખેતીનો ખર્ચ ઘટે, નિંદણ, પાણી, ખાતર વગેરેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ઉત્પાદન વધારી શકાય છે. તકે કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.અે.એમ.પારખીયા, ડો.જી.આર.ગોહિલ, પ્રો.વી.જી.બારડ વગેરે દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો