તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કારખાનેદાર ધમકી આપતો હતો : 6 દિવસે ફરિયાદ લઇ પોલીસની બહાનાબાજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારખાનેદાર ધમકી આપતો હતો : 6 દિવસે ફરિયાદ લઇ પોલીસની બહાનાબાજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રેમ પ્રકરણમાં ધમકી મળતા યુવાનનો આપઘાત

માખિયાળાનાયુવાનને દોલતપરાનો કારખાનેદાર તેના ઓળખાણવાળી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા ધમકી આપતો હોવાથી કંટાળી જઇ અાપઘાત કરી લીધો હતો. ઘટનામાં 6 દિવસ સુધી પોલીસે ફરિયાદ લેતા કોંગી આગેવાનોએ પોલીસ સ્ટેશન સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારતા અંતે પોલીસે ફરિયાદ નોધી હતી.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના માખિયાળામાં રહેતા અને અભ્યાસ કરતો અશ્વિન પ્રવિણભાઇ પાનસુરિયા એક યુવતીને પ્રેમ કરતો હતો.અને પ્રેમ પ્રકરણમાં જૂનાગઢના દોલતપરામાં રહેતો કારખાનેદાર નિતિન કાનબાર નામનો શખ્સ અવારનવાર અશ્વિન પાસે આવતો અને યુવતી સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો.અને અવાર નવાર મારી નાખવાની ધમકી આપતો હતો .જેથી અશ્વિનને લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનામાં સુસાઇડનોટમાં યુવાને નિતિનનું નામ લખેલુ હોવા છતા પોલીસે 6 દિવસ સુધી પોલીસ ફરિયાદ લેતી હતી.અને બહાનાબાજી કરતી હોવાથી આજે કોંગ્રેસના કાંતીલાલ ગજેરા,વી.ટી સીડા સહિતના આગેવાનો દોડી ગયા હતા.અને તાલુકા પોલીસ સામે ધરણ કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસે ફરિયાદ નોધી હતી.કોંગ્રેસ દ્વારા તાત્કાલીક આરોપીને ઝડપી લેવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો