તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં પાણીનાં ટાંકાનાં નળની ઉઠાંતરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળામાં મહાનગરપાલિકાએ ઠેર ઠેર વિસ્તારોમાં મૂક્યા હતા ટાંકા

જૂનાગઢશહેરમાં ઉનાળાનાંં પાણીની સમસ્યા સર્જાઇ હતી. ત્યારે મહાપાલિકાએ પાણીનાં ટાંકા મુક્યા હતા. જેમાં અત્યારે બંધ પડેલા ટાંકામાંથી નળની ઉઠાંતરી થઇ હતી.

જૂનાગઢ શહેરમાં ઓછા વરસાદને કારણે ઉનાળા દરમિયાન પાણીનો પોકાર રહેતો હોય છે. પાણી માટે લોકોઅે સમસ્યાનો ઉકેલ માંગ્યો હતો ત્યારે મહાનગરપાલિકાઅે ઠેર ઠેર વિસ્તારમાં પાણીનાં ટાંકાની સુવિધા ઉભી કરી હતી. ચોમાસાનાં આગમનને કારણે ટાંકાઓમાં પાણી નાંખવાનું બંધ થયું હતું. હાલમાં જે તે સ્થળોએ ટાંકા ખાલી પડયા હતા તેમાંથી નળની ઉઠાંતરી જોવા મળી હતી. હજારો લીટરનાં ટાંકામાંથી શખ્સો દ્વારા નળની ઉઠાંતરી કરવામાં આવી હતી. જેનાં કારણે ફરી પાણીની સમસ્યા થશે ત્યારે વિસ્તારોમાં મોડું પાણી આપવાનું બહાનું તંત્રને મળી જશે. અમુક જગ્યાએ એક પણ નળ નથી જોવા મળ્યા. કદાચ પાણી મળે તો પણ બધું વહી જશે. બાબતે તંત્રએ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરી પ્રજાને હેરાન કરનારા તત્વો સામે પગલાં લેવા જોઇએ. તેવી આશા લોકો સેવી રહ્યા છે.

મનપાનાં ટાંકામાંથી નળ ચોરાયાં તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો