તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢમાં 10 કરોડનાં ફૂલેકામાં પિતા પુત્રનાં પાસપોર્ટ જપ્ત કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં 10 કરોડનાં ફૂલેકામાં પિતા-પુત્રનાં પાસપોર્ટ જપ્ત કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
LCBની ટીમે તેના ઘરે તપાસ કરી : લોકેશનની તપાસ

જૂનાગઢમાંઆયલસીંઘાણી પરિવારે 10 કરોડનું ફૂલેકુ ફેરવ્યું છે.આ અંગે એલસીબીએ તેના ઘરની તપાસ કરી પિતા-પુત્રનાં પાસપોર્ટ જપ્ત કર્યા હતા.

જૂનાગઢમાં જેનીલી શોપીંગ સેન્ટરમાં પેઢી શરૂ કરી લોભામણી સ્કીમ શરૂ કરી હતી.જેમાં હજારો લોકોનાં રૂપિયા ફસાઇ ગયા છે.આ અંગે રણજીતસીંઘ આયલસીંઘાણી, મહેન્દ્રસીંઘ આયસીંઘાણી અને પરિવાર સામે ફરીયાદ નોંધાઇ છે. બનાવની તપાસ એલસીબી પીઆઇ બી.એમ.ચૌધરી કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીગ્રામાં આવેલા તેના મકાનમાં પોલીસે તપાસ કરી હતી.પોલીસે રણજીતસીંઘ અને તેના પુત્ર મહેન્દ્રસીંઘનાં પાસપોર્ટ મળી આવ્યા હતા.પોલીસે પાસપોર્ટ કબજ કર્યા હતા. અને આગળની તપાસ હાથ ધરી હતી.

વેપારીઓ પોલીસને મળ્યાં

10કરોડનાં ફૂલેકામાં પોલીસે ભોગ બનારને આગળ આવવા અપીલ કરી છે.જેના પગલે આજે કેટલાક વેપારીઓ પોલીસને મળ્યા હતા.અને માહીતી આપી હતી. જોકે હજૂ અનેક વેપારીઓ અને મોટા માથા સામે આવવાથી ખચકાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો