તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પુત્રને બચાવવા ગયેલી માતા પર બે મહિલાએ કર્યો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રને બચાવવા ગયેલી માતા પર બે મહિલાએ કર્યો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાણો,સોનાનો ચેન પડી ગયાની રાવ

જૂનાગઢનાખામધ્રોળ રોડ પર આવેલી રઘુવીર સોસાયટીમાં રહેતી મહિલાના દિકરાને તે વિસ્તારની બે મહિલા કારણ વિના માર મારતી હતી. જેથી પુત્રને બચાવવા મા આડે પડતા તેને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં મહિલાનો ચેન અને નાકનો દાણો ગાયબ થઇ ગયો હતો

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ખામધ્રોળ રોડ પરની રઘુવીર સોસાયટીમાં રહેતા રૂબીનાબેન અસ્લમભાઇ સુમરાના દિકરાને બે સલમાબેન મુસાભાઇ તથા અન્ય એક મહિલા માર મારતી હતી.

અંગે મહિલાને જાણ થતા તેઓ દિકરાને બચાવવા વચ્ચે પડતા બન્ને મહિલાઓે મહિલા ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીહતી. ઘટનામાં રૂબીનાબેનનો નાકનો દાણો અને સોનાનો ચેન ગાયબ થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો