તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • લોકોએ સીએમને 500 પત્ર લખી કહ્યું, ઢોરનાં ત્રાસમાંથી મુક્ત કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોએ સીએમને 500 પત્ર લખી કહ્યું, ઢોરનાં ત્રાસમાંથી મુક્ત કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં ઉપવાસનાં ચોથા દિવસે છાવણીની સાધુ, સંતોએ મુલાકાત લીધી

જૂનાગઢમાંરખડતા ઢોરનાં મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ થયું છે. આંદોલનનાં ચોથા દિવસે સ્વામિનારાયણ મંદિરનાં સંતો, મોનીબાબા સહિતનાં સાધુ -સંતોએ છાવણીની મુલાકાત લીધી હતી.ઉપવાસ આંદોલનનાં ચોથા દિવસે ઢોરનાં ત્રાસમાંથી મુક્તી આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં જૂનાગઢનાં 500 થી વધુ લોકોએ છાવણીએ આવી મુખ્યમંત્રને પત્ર લખ્યા હતા.રખડતા ઢોર મુદે ખેડૂત હિત રક્ષક સમિતીનાં અતુલ શેખડા,જન જાગૃતી સમિતીનાં પ્રવિણ મકવાણા આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, લોકો આવી રહ્યા છે. પરંતુ હજુ તંત્ર આવ્યું નથી.

20 સોસાયટીનાં લોકો ઉપવાસીઓને મળ્યાં

રસ્તાઉપરાંત સોસાયટીઓમાં પણ રખડતા ઢોરનો ત્રાસ હોય 20 કરતા વધુ સોસાયટીનાં પ્રતિનીધીઓ અને વેપારીઓએ છાવણીની મુલાકાત લીધી હતી.અને ટેકો આપ્યો હતો.

પશુપાલકોમાટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો

અતુલશેખડાએ જણાવ્યું હતુ કે,જૂનાગઢમાં પશુ પાલકો માટે હાલ કોઇ વ્યવસ્થા નથી. તેમજ મુદ્દે રાજકોટ કોર્પોરેશન વિચારી રહ્યુ છે.ત્યારે જૂનાગઢ કોર્પોરેશને પણ વિચાર કરવો જોઇએ. પશુપાલકો માટે વ્યવસ્થા થતા રખડતા ઢોરની સમસ્યામાં સુધારો આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો