તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • દર્દીઓની સંખ્યામાં વધારો : ઘેર ઘેર માંદગીનાં ખાટલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓની સંખ્યામાં વધારો : ઘેર-ઘેર માંદગીનાં ખાટલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવીલમાં ચાર દિવસમાં 400થી વધુ તાવ, ઝાડા-ઉલ્ટીનાં કેસ થયા

વાતાવરણમાંગરમીનું પ્રમાણ વધતા મિશ્રઋતુની અનુભૂતિ થઇ રહી છે. ત્યારે સીઝનમાં બિમાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઘરે-ઘરે માંદગીનાં ખાટલાઓ છે. સીઝનમાં લોકોએ વિશેષ આરોગ્યની કાળજી લેવી હિતાવહ છે.

શહેરમાં અચાનક તાપમાન વધી જતાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મિશ્ર ઋતુ જેવી અા સીઝનમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને ડાયેરીયાનાં કેસો પણ સામે આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સરકારી સીવિલ હોસ્પિટલમાં 400થી વધુ કેસો નોંધાયા હતા. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલ કે ક્લિનિક્સમાં પણ દર્દીઓનો ધસારો સારો એવો રહ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા નાની-નાની બિમારીઓએ પણ માથું ઉંચક્યું છે. ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો અને વૃક્ષો બિમારીનો ભોગ બની રહ્યા છે.

આવી સીઝનમાં પાણી ઉકાળીને પીવું, બહારનો ખોરાક લેવો તેમજ ઘરમાં પણ તાજો ખોરાક લેવાની સલાહ ડોકટર્સ આપે છે. વધુમાં સીઝનમાં મચ્છરજન્ય બિમારીઓ પણ જોવા મળતી હોય ત્યારે મચ્છરોની ઉત્પતિ અટકાવવાનાં પગલા લેવા પણ તબીબ દ્વારા જણાવવામાં આવે છે.

જો નિયમિતરૂપે દવા છંટકાવ કરવામાં આવે તો પણ બિમારીઓ પર સારો એવો નિયંત્રણ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો