તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢમાં વિવેકાનંદ સ્કુલનાં મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં વિવેકાનંદ સ્કુલનાં મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ગણેશ મહોત્સવનાં સાતમાં દિવસે થશે વિઘ્નહર્તાની વિદાય

અનેક ઘરમાં માટીનાં ગણેશજીનું વિસર્જન થશે

પાણીપ્રદુષિત થતુ અટકાવવા માટીનાં ગણેશજીનું સ્થાપન અને ઘરમાં વિસર્જન કરવા દિવ્ય ભાસ્કરે અભિયાન શરૂ કર્યુ છે. અભિયાનમાં અનેક લોકો જોડાયા છે. અને પોતાનાં ઘરે, એપાર્ટમેન્ટ, શાળા, મંદિરમાં માટીનાં ગણેશજીનું સ્થાપન કર્યુ છે. ઉપરાંત લોકો નદી, તળાવમાં પીઓપીનાં ગણેશજીનું વિસર્જન કરે તે માટે કમિશ્નર રવિશંકર અને ડે.કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં વિવેકાનંદ સ્કુલનાં મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવામાં આવ્યું છે.અને અપીલ કરી છે કે લોકોએ કૃત્રિમ તળાવમાં પીઓપીનાં ગણેશજીનું વિસર્જન કરવુ જોઇએ. આવતીકાલે ગણેશ મહોત્સવને સાત દિવસ પુરા થતા અને ભાવિકો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવશે. વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવશે. તેમજ અનેક ઘરમાં માટીનાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. મનપા દ્વારા ઉભા કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ઉપર સફાઇ કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા છે. જેથી તાત્કાલીક અસરથી સફાઇ પણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો