તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુર્યાસ્ત અને સૂર્યોદય પ્રમાણે આયોજન આવશ્યક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં વહેલી સવારમાં સ્ટ્રીટ લાઇટ બંધ થતાંં અકસ્માતનો ભય

ચોમાસાનીસીઝન તેના આખરી ચરણમાં છે. થોડા દિવાસોમાં શિયાળાનો પગરવ થશે. શિયાળામાં રાત્રી લંબાઇ જતા સૂર્યોદય પ્રમાણમાં મોડો થતો હોય છે. ત્યાર મહાનગરમાં સ્ટ્રીટ લાઇટો તો વહેલી બંધ કરી દેવામાં આવતા વહેલી સવારે અકસ્માતોનું પ્રમાણ પણ વધી જાય છે. શિયાળા દરમિયાન મોડે સુધી સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવી જોઇએ. હાલમાં રાત્રિમાં અનેક માર્ગો પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનાં લીધે અંધારપટ છવાયેલો રહે છે. દોલતપરાનો માર્ગ, મોતીબાગથી સરદાર બાગ સુધીનો માર્ગ કે કોલેજરોડમાં મહિનામાં માંડ દસેક દિવસ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોય છે. પરિણામે મુખ્ય બજારોમાં હંમેશા અંધારપટ છવાયેલો રહે છે. વળી, હવે શિયાળાનાં દિવસો આવનાર છે. ત્યારે રાત્રી લંબી થઇ જશે અને સુર્યોદય પણ મોડો થશે. પરિસ્થિતીમાં મનપા દ્વારા સ્ટ્રીટ લાઇટ ચાલુ અને બંધ કરવાનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવે ઇચ્છનિય છે. વહેલી સાંજે સુર્યાસ્ત જાય તો સ્ટ્રીટ લાઇટસ પણ સુર્યાદય અને સુર્યાસ્તનાં સમય પ્રમાણે ચાલુ-બંધ કરવી હિતાવહ છે. શહેરમાં અનેક માર્ગો પર અંધરપટ રહેત મહિનામાં સરેરાશ રાત્રીનાં પાંચથી સાત નાના-મોટા અકસ્માતોની ઘટના બનતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો