તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ભવનાથમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ 3 માસમાં થશે પૂર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ 3 માસમાં થશે પૂર્ણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
PGVCL દ્વારા કામનો પ્રારંભ કરાયો

જૂનાગઢશહેરમાં ગિરનાર તળેટી રોડ ખાતે પીજીવીસીએલ દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજયકક્ષાનાં મંત્રી દ્વારા કામ માટે કરોડો રૂપિયા ફાળવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેબલના પ્રોજેક્ટનું અમલીકરણથી ટી એન્ડ ડી લોસ અને વીજ અકસ્માતોમાં ઘટાડો થશે. ઉપરાંત વીજચોરી પર અંકુશ આવે અને શહેરીનું બ્યુટીફિકેશન પણ વધશે. જે માટે ઠેર ઠેર રસ્તાનું ખોદકામ શરૂ થયું છે. મોટાભાગનાં શહેરોમાં કક્ષાની કામગીરીનો પ્રારંભ થયો હતો. શહેરમાં પ્રારંભિક તબક્કે જોતાં ભવનાથ વિસ્તારથી કામગીરી શરૂ થઇ હતી અને 30 ટકા જેટલી કામગીરી પણ પૂર્ણ થઇ છે. આગામી 3 માસમાં અા કામ પૂર્ણ થઇ જશે એવું પીજીવીસીએલનાં સીટી ઇજનેર માવાણીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો