• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બાવળામાં સાણંદ ચોકડી સર્કલમાં કાર અથડાતા જૂનાગઢનાં યુવાનનું મોત

બાવળામાં સાણંદ ચોકડી સર્કલમાં કાર અથડાતા જૂનાગઢનાં યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામાંસાણંદ ચોકડી ઉપર આવેલા સર્કલની સાથે રાત્રિના અઢી વાગે બગોદરા તરફથી આવી રહેલી ગાડીના ચાલકે પુરઝડપે હંકારીને અથડાવતા કારચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું. જયારે ગાડીમાં બેઠેલી ત્રણ વ્યકિતઓને નાનીમોટી ઇજાઓ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ બાવળા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જુનાગઢમાં આવેલા શાંતેશ્વર મંદિરની બાજુમાં કિંગ રેસીડેન્સીમાં રહેતા પ્રફુલભાઇ બાબુભાઇ પટેલ (રીબડીયા) ઉ.વ.47 પોતાની અલ્ટો ગાડી લઇને તેમના મિત્રો રતનસિંહ, વિજયભાઇ, રાજુભાઇ અમદાવાદ આવી રહ્યા હતા. રાત્રિના અઢી વાગ્યાની આસપાસ બાવળામાં આવેલી સાણંદ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગાડીના ચાલક પ્રફુલભાઇ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા પુરઝડપે આવી રહેલી ગાડી તુટેલા સર્કલ સાથે અથડાતા ગાડીનો આગળનો ભાગ ભુકકો બોલી જવા પામ્યો હતો. ગાડીનું સ્ટેયરીંગ છાતીના ભાગે અને માથાના ભાગે ચાલકને ગંભી રીતે વાગતા ગંભીર ઇજાઓ થતા પ્રફુલભાઇનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું.

જયારે ગાડીમાં સવાર ત્રણ વ્યકિતઓને નાનીમોટી ઇજાઓ થતા બાવળાની 108 વાન ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આપ્યા હતા. સર્કલ ઉપર પોલીસ હાજર નહીં હોવાથી 108ના ઇએમટીએ બાવળા પોલીસમાં ફોન કરતા કોન્સટેબલ ઇશ્વરસિંહ વગેરેનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...