લેઉવા પટેલ મહિલા મંડળ હવેથી સિવણ ક્લાસ શરૂ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢજિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ચાલી રહેલા અભિયાન અંતર્ગત જિલ્લામાં 125 ગામડાઓમાં બેઠક યોજી 1400થી વધુ સિલાઇ મશીનનું વિતરણ કરાયા બાદ હવે રાહતદરે સિવણ ક્લાસ શરૂ કરવામાં આવશે. જેમની શરૂઆત આગામી તા.18મીનાં બગડુ ખાતે અને 19મીનાં સીમાસી ખાતે સિવણ ક્લાસ શરૂ કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માત્ર અઠી વર્ષનાં સમયગાળામાં જિલ્લાનાં 125 ગામડાઓમાં બેઠક યોજી 1400થી વધુ બહેનોને સિલાઇ મશીનનું વિતરણ તથા ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે. સિલાઇ મશીન અને ગુહઉદ્યોગ દ્વારા અત્યારે 2500થી વધુ બહેનો રોજગારી મેળવી પોતાના પરીવારને મદદરૂપ બની રહી છે. સમુહલગ્નનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાની જરૂરિયાતમંદ બહેનોને જરૂરિયાત પ્રમાણે કામ મળી રહે અને લેઉવા પટેલ મહિલા મંડળનું અભિયાન વેગવાન બને તે માટે જિલ્લાનાં દરેક ગામડાઅોમાં રાહતદરે સિવણ ક્લાસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેની શરૂઆત આગામી તા.18ને શનિવારે રાત્રે 8:30 કલાકે જૂનાગઢનાં બગડુની ગૌશાળા ખાતે તેમજ તા.19ને રવિવારે સાંજે 8:30 મેંદરડા તાલુકાનાં સીમાસી ગામની લેઉવા પટેલ સમાજવાડી ખાતે શરૂ કરવામાં આવશે. તકે જિલ્લા મહિલા મંડળનાં પ્રમુખ પ્રિતીબેન વઘાસિયા, શારદાબેન ગાજીપરા, સરપંચ લલીતભાઇ ગાજીપરા, જયસુખભાઇ કાપડિયા, જયક્ષીબેન કાપડીયા, વિનુભાઇ પટોળીયા સહિતનાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...