BSNLના 565 કર્મીઓની એક દિવસની હડતાળ પાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી

વર્ષોજૂની અનેક પડતર માંગણીઓનો ઉકેલ આવતાં જૂનાગઢ બીએસએનએલ એમ્પ્લોઇસ યુનિયન દ્વારા એક દિવસીય હડતાળ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડીયા બીએસઅેનઅેલ એમ્પ્લાેઇસ યુનિયનના દિલ્હી સ્થિત જનરલ સેક્રેટરી દ્વારા અપાયેલ નોટીસના અનુસંધાને હડતાળ પાડવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના ડી.કે.બકુત્રા, એ.એચ.રાઠોડ, ડી.એસ.તરૈયા, જે.એન.દોશી સહીતના લોકેા દ્વારા અપાયેલ આદેશ મુજબ જૂનાગઢ જિલ્લાના તેમજ ગીરસોમનાથ, પોરબંદર જિલ્લાના 565 કર્મચારીઓએ હડતાળ પાડી હતી. ખાસ કરીને 1 જાન્યુઆરી,2017થી પગારપંચ લાગુ કરવું, પેન્શનરોનું પેન્શન પણ પગારપંચ સાથે રીવાઇઝ કરવું, સીધા ભરતી થયેલ કર્મચારી માટે 30 ટકા સેવાનિવૃત્તિનો લાભ આપવો સહીતની અનેક માંગણીઓને લઇને હડતાળ કરવામાં આવી હતી. જો ટુંક સમયમાં ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાની પણ બીએસઅેનઅેલના કર્મીઓએ ચીમકી ઉચ્ચારી છે.

કર્મચારીઓએ માંગણીને લઇ વિરોધ કર્યો. તસ્વીર:મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...