• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શહેરમાં 4 મીમી વરસાદ, સીઝનનો કુલ 54 ટકા વરસાદ નોંધાયો

શહેરમાં 4 મીમી વરસાદ, સીઝનનો કુલ 54 ટકા વરસાદ નોંધાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં શ્રાવણી સરવડાએ શહેરીજનોનો શ્વાસ અદ્ધર રાખ્યાં

જૂનાગઢશહેરમાં ગત સપ્તાહમમાં મેઘાએ સટાસટી બોલાવી હતી. મેઘરાજાને પોતાનું ઠેકાણું ઉતર,દક્ષિણ ગુજરાત બનાવી લીધું છે. તેમજ હવામાન વિભાગ દ્વારા અતી ભારે વરસાદનાં આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ બન્યો છે. દિવસભર કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યાં છે. જૂનાગઢમાં મેઘાવી માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં વાતાવરણ જોતા કોઇ પણ સમયે વરસાદ તુટી પડે તેવું લાગી રહ્યું છે. પરંતુ માત્ર શ્રાવણી સરવાડ પડી રહ્યાં છે. જૂનાગઢમાં શ્રાવણી સરવડાએ દિવસભર લોકોનાં શ્વાસ અધ્ધર રાખ્યાં હતાં. જૂનાગઢ શહેરમાં આજે માત્ર 4 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેરમાં સીઝનનો કુલ 20 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જે સીઝનનો કુલ 54 ટકા વરસાદ થયો છે. જૂનાગઢમાં વાતાવરણ એકદમ ઠંડુ થઇ ગયું છે.

વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડ્યો

જૂનાગઢસહિત જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતા રહ્યાં હતાં. જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે કેશોદમાં 2 મીમી અને ભેંસાણમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાનાં અન્ય તાલુકામાં માત્ર ઝાપટાં પડ્યાં હતાં.

કયા તાલુકામાં કેટલા ટકા વરસાદ થયો ?

તાલુકો ટકા

ભેંસાણ 65.72

જૂનાગઢ 54

કેશોદ 36.67

માળિયા 53.45

માણાવદર 49.79

માંગરોળ 51.54

મેંદરડા 37.15

વંથલી 60.68

વિસાવદર 60.46

અન્ય સમાચારો પણ છે...