• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં મહાન ગાયક રફીની 37 મી પુણ્યતિથીએ કાર્યક્રમનું આયોજન

જૂનાગઢમાં મહાન ગાયક રફીની 37 મી પુણ્યતિથીએ કાર્યક્રમનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | મહાનગાયક મોહંમ્મદ રફીની 37 મી પુણ્યતિથીએ જૂનાગઢમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 29 જૂલાઇને શનિવારે શહેરના માંગલ્ય પાર્ટી પ્લોટના હોલ ખાતે રાત્રિના 9/30 વાગ્યાથી કાર્યક્રમ રજૂ થનાર છે. જૂનાગઢની કાયા કલ્પ લેસર સ્કીન કોસ્મેટીક કલીનીકના ડો. પિયુષ બોરખતરીયા અને હાર્મની કલબ દ્વારા આયોજીત એક યાદ રફીકે બાદ, ફિર રફી નામે રજૂ થનાર કાર્યક્રમમાં જૂનાગઢના જાણીતા પ્લેબેક સીંગર અને હાર્મની એકેડેમીના સ્થાપક એમ.એચ. બેલીમ પોતાના દર્દીલા અવાજમાં રફીના યાદગાર ગીતોને રજૂ કરશે. તકે 7 વર્ષની બાળ કલાકાર સલીનાખાન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. ઉપરાંત હાર્મની એકેડેમીના કલાકારો પણ પોતાના કામણગારા કંઠનો પરિચય કરાવશે.

અન્ય સમાચારો પણ છે...