• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢથી ઉમાધામ ગાંઠીલા સુધીની 17મી પદયાત્રા નીકળશે

જૂનાગઢથી ઉમાધામ ગાંઠીલા સુધીની 17મી પદયાત્રા નીકળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢમાંઉમાપદયાત્રા સમિતિ દ્વારા જૂનાગઢથી ગાંઠીલા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 17મી પદયાત્રાનું તા.30 જૂલાઇના સવારે 7 કલાકે ઝાંઝરડા રોડ સ્થિત સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવશે. પદયાત્રા જૂનાગઢથી વાડલા ફાટક, વાડલા, લુવારસર, ધણફુલીયા થઇને ઉમિયા ધામ ગાંઠીલા પહોંચશે. પદયાત્રામાં જોડાનાર પદયાત્રીકો જૂનાગઢથી ગાંઠીલાના માર્ગમાં વૃક્ષારોપણ કરી તેના જતન કરવાના સંકલ્પ લેશે. પદયાત્રા ગાંઠીલા પહોંચી ધ્વજારોહણ કરશે. યાત્રાને સફળ બનાવવા પ્રમુખ અનિલભાઇ માકડીયા, અરવિંદભાઇ વાછાણી, જગદીશભાઇ ગુંજારીયા તથા સચિનભાઇ ભુત તથા ઉમા પદયાત્રા સમિતિની યુવા ટીમ જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...