• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ફ્લડ કંટ્રોલમાંથી ટુંક સમયમાં મા.શા.ના શિક્ષકોને મુક્તિ મળશે

ફ્લડ કંટ્રોલમાંથી ટુંક સમયમાં મા.શા.ના શિક્ષકોને મુક્તિ મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધ્યમિક શાળાનાં શિક્ષકો ખેલમહાકુંભની કામગીરી કરશે

એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢજિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા કલેકટર તથા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના મુખ્ય હોદ્દેદારોની મિટીંગ મળી હતી. જેમા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ખેલમહાકુંભના રજીસ્ટ્રેશન વધુમાં વધુ સંખ્યા નોંધવા અને સહકાર આપવા જણાવ્યું હતુ. અંગે સંકલન સમિતિ નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું કે, શિક્ષકોને ફ્લડ કંટ્રોલ ડ્યૂટીમાથી મુક્તિ આપવામાંઆવે તેવી માંગ કરી હતી. જેના પગલે કલેકટરે તે માંગણી સ્વીકારી હતી. અને ફ્લડ કંટ્રોલરૂમમાં શિક્ષકોને ફરજ સોંપવા નિર્ણય કર્યો હતો. અમલવારી લગભગ એક અઠવાડિયામાં થઈ જશે અને સત્તાવાર જાણ થશે પછી કામગીરીમાથી મુક્તિ મળી જશે.આ ઉપરાંત બી એલ.ઓ કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા પણ રજૂઆત કરી હતી. પરંતુ બાબત ચૂંટણી પંચ અંતર્ગત હોય તે તેથી કામગીરી ચાલુ રાખવી જરૂરી છે તેથી નિર્ણય થયો હતો. મિટીંગમા ડીઇઓ કૈલા, ઇઆઇ પરમાર, ઇઆઇ કરમટા, સંકલનનાં જે. એન. ભાલોડિયા, નિલેશભાઈ સોનારા, જીતુભાઈ ખુમાણ, ધીરૂભાઈ રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે રાજ્યમાં જૂનાગઢ િજલ્લો ખેલ મહાકુંભમાં ત્રીજા ક્રમે હતો ચાલુ વર્ષે 14માં ક્રમે પહોંચી ગયો છે. જેના પગલે શિક્ષકોને કામગીરી કરવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...