• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 1997 થી 2005 સુધીનાં પ્રાથમિક શિક્ષકોને નિમણુંકથી લાભ આપો

1997 થી 2005 સુધીનાં પ્રાથમિક શિક્ષકોને નિમણુંકથી લાભ આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 ફેબ્રુઆરીનાં રાજ્ય શિક્ષણ સંઘ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવશે

પ્રાથમિક શિક્ષકોમાં અસંતોષ અને અન્યાયની લાગણી ફેલાઇ

રાજયમાંપ્રાથમિક શાળાનાં શિક્ષકોને થતા અન્યાયને લઇ રોષ ફેલાયો છે. અંગે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં રાજુભાઇ ભેડા અને જેન્તીભાઇ શીલુએ કહ્યું હતું કે,સરકારે વર્ષ 2006 પછીનાં કર્મચારીઓને પગાર વધારો તેમજ મુળ નિમણુંકની તારીખથી નોકરી બઢતીનાં લાભો આપવાની જાહેરાત કરી છે. પરંતુ 1997 થી 2005 સુધીનાં ભરતી વાળા વિદ્યાસહાયકો તેમજ અન્ય નિમણુંક પામેલા કર્મચારીઓને પણ લાભ મળવા જોઇએ. સરકાર સામે યોગક્ષેમ સંસ્થાએ હાઇકોર્ટમાં કેસ કરેલો જેનો ચુકાદો આવેલો કે તમામ ફીકસ કર્મચારીઓને નિમણુંકની તારીખથી પુરો પગાર અને અન્ય લાભો મળવા જોઇએ.તેની સામે સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઇ છે. જે કર્મચારીઓ માટે સંસ્થા હાઇકોર્ટમાં ગઇ હતી તેનો બાકાત રાખી દીધા છે. અને 2006 પછીની નિમણુંક વાળાને લાભ આપવનની જાહેર કરી તે યોગ્ય નથી. અંગે રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.26 ફેબ્રુઆરી સુધીમાં ઉકેલ નહી આવે તો 25 ફેબ્રુઆરીનાં રોજ તમામ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવવામાં આવશે.બાદ 4માર્ચે કલેકટરનેઆવેદન પત્ર પાઠવવામાં આવશે. જૂનાગઢ જિલ્લાનાં અનેક પ્રાથમિક શાળાનાં શિક્ષકોમાં લાગણી પ્રસરી ગઇ છે. તેમજ અંગે વિસંગતતા દુર કરવા પણમાંગ ઉઠી છે. શિક્ષકોએ આંદોલનનાં મંડાણ કર્યા છે. આગામી દિવસોમાં ઠેર-ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...