• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી

પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં આરોગ્યની સ્થિતી કથળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં મોટાભાગનાં પીએચસી અને સીએચસીમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી પડી છે. અંગે ખેડૂત હિત રક્ષક સમિતીનાં કાળાભાઇ ઝાલા અને અતુલ શેખડાએ કહ્યું હતું કે, પીએસસી અને સીએચસી સેન્ટરોમાં મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી પડી છે. મેડિકલ ઓફિસર તરીકે એમબીબીએસ ડોકટરોની નિમણુંક થાય છે. પરંતુ થોડા સમયમાં ડોકટરો પોતાની પસંદગીની અથવા ખાનગી પ્રેકટીસ માટે હોદા છોડી દેતા હોય છે.

જેના કારણે મેડિકલ ઓફિસર વિહોણા સેન્ટરોમાં ફકત નર્સીંગ સ્ટાફ રહે છે. તેમજ કરોડોનું ઇન્સ્ફાસ્ટ્રકચર ધુળ ખાતુ રહે છે. આવા સેન્ટરોમાં એમબીબીએસ તબીબોની નિમણુંક કરવામાં આવે તો લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તેમ છે.

સરકાર ફકત એમબીબીએસનો આગ્રહ રાખે છે.પરંતુ તેની જગ્યાએ બીએએમએસ, બીએચએમએસની જો નિમણુંક કરવામાં આવે તો લોકોને સારવાર મળી રહે તેમ છે. હાલ મિશ્ર ઋતુને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. વાયરલ ઇન્ફેકશનનાં દર્દીઓ ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે તબીબોની ઘટ નાં કારણે સામાન્ય પ્રજાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે.

એમબીબીએસની જગ્યાએ બીએચએમએસને નિમણુંક આપો

જૂનાગઢ જિલ્લામાં આરોગ્યની સ્થિતી કથળી

અન્ય સમાચારો પણ છે...