ગંગાજળ મળે છે પોસ્ટ ઓફિસમાંથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામ, આઝાદ ચોક ખાતેની કચેરીમાં પણ પાણીનું વેંચાણ થાય છે

પ્રાચીનકાળથીગંગાનાં વહેણની કિંમત છે. હજારો વર્ષ પુરાણા ધાર્મિક ગ્રંથોએ ગંગા નદીને માતા કહી પાપનાશી અને તારણહારી કહી છે. ચોસઠ ધામની યાત્રા દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. સ્વજનનાં મૃત્યુ પછી અંતિમ વિધીમાં પાણીને પીવડાવાય છે. ગંગાનું પાણી લોકોને ઘેર બેઠા મળી રહે તે માટે પોસ્ટ વિભાગે પહેલ કરી છે. જૂનાગઢમાં ગાંધીગ્રામ, આઝાદ ચોક ખાતેની પોસ્ટવિભાગની કચેરીમાં નાની બોટલમાં નજીવી કિંમતે વેંચાણ થાય છે. પોસ્ટ વિભાગ જથ્થાનો ઓર્ડર કરે ત્યારે બોટલ સમયસર મળે છે. આઝાદ ચોક પોસ્ટ ઓફીસનાં બીપીનભાઇ રાઠોડ અને ગીતાબેન પરમાર મલ્ટી પર્પઝ કાઉન્ટરમાં વેંચાણ કરે છે. લોકોનાં ઘસારાને કારણે પાણીની બોટલની ઘટે છે.

ગંગાજળનું કાઉન્ટર

અન્ય સમાચારો પણ છે...