• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નોટબંધી બાદ 2 માસમાં મ્યુચ્યુઅલ ફંડમાં 200 કરોડનું રોકાણ, લોકોમાં જાગૃતતા વધી

નોટબંધી બાદ 2 માસમાં મ્યુચ્યુઅલ ફંડમાં 200 કરોડનું રોકાણ, લોકોમાં જાગૃતતા વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢવાસીઓ પણ દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનો હિસ્સો બની રહ્યા છે

બેંકોની ફિકસ ડિપોઝીટમાં વાર્ષિક વ્યાજ માત્ર 6.5 ટકા મળતું હોય રીટેલ રોકાણકારો લીકવીડ ફંડ તરફ વળ્યાં, બેંક અને પોસ્ટ ઓફિસ કરતાં સારૂ વળતર

કેન્દ્રસરકાર દ્વારા 8નવેમ્બરે નોટબંધીનો નિર્ણય કર્યા બાદ જૂનાગઢમાં બે માસમાં મ્યુચ્યુફંડમાં 200 કરોડનો વધારો થયો હતો. બેંક, પોસ્ટઓફિસ કરતાં લીકવીડ ફંડમાં સારૂ વળતર મળતું હોય લોકો હવે પોતાનાં ફાજલ નાણાંનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરતા થયાં હોય નાણાંકીય પ્રવાહીતા પણ વધવા પામી છે.

લોકોનાં નાણાં ફરજીયાત બેંકમાં જમા થયાં હોય અને નોટબંધીને લીધે પૈસા અમુક લીમીટ સુધીજ ઉપાડી શકાતા હતાં. બેંકમાં સેવીંગ ખાતામાં 4 ટકા અને કરંટ એકાઉન્ટમાં 0 ટકા વ્યાજ હોય રીટેલ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડનાં લીકવીડ ફંડમાં નાણાં રોકવાનું શરૂ કર્યુ છે અને જેમાં રોજનું 6.5 ટકાથી 7 ટકા વ્યાજ અને ગમે ત્યારે ઉપાડવાની સુવિધા હોય આકર્ષણ વધ્યું છે. બેંકની એફડીમાં વાર્ષિક વ્યાજ માત્ર 6.5 ટકા મળે છે.

આથી લોકો હવે મ્યુચ્યુઅલફંડનાં સારા ઇકવિટી ફંડમાં નાણાં રોકતા થયા છે. નિવૃત કર્મીઓ માટે તો બેલેન્સ ફંડમાં નાણાં રોકવાથી 3 મહિને ટેકસ ફ્રી વ્યાજ પણ મળે છે. નોટબંધી પછી મ્યુચ્યુફંડમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) 1,92,000 કરોડને પાર કરી રહયું છે. રોજનાં સરેરાશ 100 થી 200 કરોડ ઉમેરાય છે એમ જશ કન્સલટન્સીનાં અમિત ચરાડવાએ વિગતો આપીને વધુમાં કહયું હતું કે જૂનાગઢની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષનું (એયુએમ) 400 કરોડ હતું. પરંતુ નોટબંધી બાદ માત્ર બે મહિનામાં 200 કરોડ જેવો ધરખમ વધારો થયો છે. આમ જૂનાગઢ પણ દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનો હિસ્સો બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...