• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સરકારનાં કાર્યક્રમો શિક્ષકોનાં આધારે ચાલે છે, શિક્ષકો વગર સંખ્યા ભરાતી નથી

સરકારનાં કાર્યક્રમો શિક્ષકોનાં આધારે ચાલે છે, શિક્ષકો વગર સંખ્યા ભરાતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં ચાંપરડામાં તાલુકા પ્રાથમિક શૈક્ષણિક સેમિનારમાં શિક્ષકોએ પોતાની વ્યથા વર્ણવી

વિસાવદરતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલકાનાં શિક્ષકોનું શૈક્ષણિક સંમેલન તથા આગામી તા. 31 મેનાં રોજ નિવૃત થનાર શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેનાર પ્રાથમિક શિક્ષકોએ પોતાની વ્યથા વર્ણવતાં જણાવ્યું હતું કે, સરકારનાં તમામ કાર્યક્રમો શિક્ષકોનાં આધારે ચાલે છે. જો શિક્ષકોને બોલાવવામાં ના આવે તો કાર્યક્રમમાં સંખ્યા કરવી મુશ્કેલ બની જાય છે. સરકારે ગુણોત્સવ સહિતનાં પ્રયોગ કરી પ્રાથમિક શિક્ષણને નબળું બનાવી દીધું છે. એક પછી એક સરકારી કાર્યક્રમોની હારમાળાને લઇ શિક્ષકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવી તાલીમોમાંથી પ્રા. શિક્ષકોને મુક્ત કરવા સરકારને વિનંતી કરી હતી. શિક્ષણને ગુણવતાસભર કેવી રીતે બનાવી શકાય હેતુથી યોજાયેલા શૈક્ષણિક સંમેલનની શરૂઆત પ્રાર્થના અને દિપ પ્રાગટ્યથી કરાઇ હતી. ત્યારબાદ ઉપસ્થિત રહેનાર તમામ મહેમાનો અને આગામી દિવસોમાં નિવૃત થનાર પ્રભાશંકર રાવલ, રાજકુમાર દેરવાણી, જયસુખભાઇ બગથરીયા, ગિરીશભાઇ પરમાર, નયનાબેન સહિતનાં શિક્ષકોનું મોમેન્ટો અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. અા તકે ચાંપરડા આશ્રમનાં મુક્તાનંદજી, ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, જૂનાગઢ જિલ્લા અને સોરઠ શિક્ષક સંઘનાં પ્રમુખ રાજુભાઇ ભેડા, જિલ્લા શિક્ષણ સમિતીનાં ચેરમેન વિનુભાઇ બુચા, જિલ્લા પ્રા. શિક્ષક સંઘનાં મહામંત્રી જેન્તીભાઇ શિલુ, વિસાવદર તા. પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ પાલાભાઇ ભેટારીયા, બિપીનભાઇ વાઘમશી સહિતનો શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...