• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બોર્ડ પરીક્ષામાં વિકલાંગ શિક્ષકોને સુપરવિઝનમાંથી મુક્તિ આપવામાં આવી

બોર્ડ પરીક્ષામાં વિકલાંગ શિક્ષકોને સુપરવિઝનમાંથી મુક્તિ આપવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જિલ્લા શિક્ષણાધિકારીને બોર્ડની જાહેર પરીક્ષામાં વિકલાંગ શિક્ષકોને કામગીરી સોંપવાનો પત્ર લખ્યો છે. દર વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં તમામ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે. બોર્ડની પરીક્ષા આડે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે વિકલાંગ શિક્ષકોને રાહત આપતો આદેશ જાહેર કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર જાહેર બોર્ડની પરીક્ષામાં વિકલાંગ શિક્ષકોને વિકલાંગતાની પાત્રતાને ધ્યાને લઇ પરીક્ષાની કામગીરી સોંપવાની સુચનાં આપવા આવી છે.

અન્ય સમાચારો પણ છે...