તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢની ઘોડાસરા મહિલા કોલેજની છાત્રાઓ વિજેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર ખાતે યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં

છાત્રાઓ હવે કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા હરિયાણા જશે

જૂનાગઢનીએમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજની છાત્રાઓએ સૌરાષ્ટ્ર યુિનવર્સિની આંતર કોલે કુસ્તી સ્પર્ધામાં વિજેતા બની હતી.

પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેની વિદ્યાર્થીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ કુસ્તી સ્પધામાં કોડીનાર ખાતે આયોજીત થયેલી જેમાં કુ.બેલા દક્ષા ચનાભાઇ વેઇટ ગૃપ-48માં ચેમ્પીયન અને કુ.ડાંગર પાયલ કારાભાઇ વેઇટ ગૃપ-53માં રનર્સઅપ બની બન્ને બહેનોએ મેડલથી સન્માન મેળવેલ છે.

વિદ્યાર્થીનીને પી.ટી.આઇ રેખાબેન કાચડીયાએ વિશેષ ટ્રેનિંગ અને માર્ગદર્શન આપ્યું હતુ. વિદ્યાર્થીની બહેનો હવે ઓલ ઇન્ડીયાએ કુસ્તી સ્પર્ધામાં હરીયાણા ખાતે રમવા જશે. વિજેતા વિદ્યાર્થીની બહેનોને પટેલ કેળવણી મંડળનાં પ્રમુખ મોહનભાઇ પટેલ, કોલેજ મેનેજમેન્ટ કમિટીનાં ઇન્ચાર્જ ડો.વી.કે.આંકોલા, પ્રિન્સીપાલ ડો.જે.કે.જોષી તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...