તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન વિરુધ્ધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિકના કડક નિયમો બનાવવા CMને રજુઆત

શહેરમાં વાહનોમાં પ્રતિબંધીત એર હોર્નનો બેરોકટોક ઉપયોગ

હાલમાંશહેરમાં દોડતા વાહનોમાં ટ્રાફિક નિયમોને નેવે મુકીને જાહેરમાર્ગો, હાઇવે અને શહેરોમાં એરહોર્ન લગાવી હોર્ન વગાડવામાં આવતા હોઇ ધ્વની પ્રદુષણ થઇ રહ્યું છે. બાબતે પુર્વ શહેર ભાજપ પ્રમુખ સંજય કોરડીયાએ સીએમને રજુઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનાં આદેશ અનુસાર અમુક ડેન્સીટીથી વધુ ડેન્સીટીના હોર્ન ધ્વની પ્રદુષણ નોતરતા હોઇ રાજય સરકાર દ્વારા પ્રકારનાં એરહોર્ન તથા ટ્રાફીકને સમસ્યા ઉભી કરતા હોર્ન અને પરિબળો પર લગામ કસવી જરૂરી બની છે. વધુમાં જણાવ્યું હતુ કે તાકીદે રાજય સરકારે એરહોર્ન પર પ્રતિબંધ લાદી સમગ્ર રાજયમાં ટ્રાફીક વ્યવસ્થા અલાયદી રીતે ઉભી થાય તે માટે માર્ગદર્શિકા બહાર પાડવા અને તેના માટે નિતી અમલમાં લાવી ખાસ કરીને મહાનગરોમાં પોલીસ તંત્ર-મહાનગર પાલિકા અને લોકલ સુવિધાઓ એકઠી કરી ટ્રાફીક નિતી ઉભી કરવામાં આવે એેવી કાર્યવાહી લગત વિભાગ પાસેથી હાથ ધરવા રજુઆત કરાઇ હતી. દેશનાં અમુક નાના અને પછાત રાજયોમાં પણ પ્રકારનાં એર હોર્નનાં ઉત્પાદન અને વેંચાણ પર સંપુર્ણ પ્રતિબંધ છે. ત્યારે ગુજરાતમાં પણ પ્રતિબંધ કરવામાં અાવે એવી જોગવાઇ ઉભી કરવી જોઇએ.

ખાસ કરીને મહિલા કોલેજો પાસે રખડતા આવારા તત્વો છોકરીઓને જોઇને આવા હોર્ન વધુ વગાડતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...