તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ખરીદીના બહાને વાન લઈ જઈ પરત ન આપી ખેતમજુર સાથે છેતરપીંડી

ખરીદીના બહાને વાન લઈ જઈ પરત ન આપી ખેતમજુર સાથે છેતરપીંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના આંબલિયા ગામે વાન ખરીદી ના બહાને છેતરપીંડી આચરાયાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ઓળખાણ કેળવી વિશ્વાસમાં લઈ ખેતમજુર યુવાનની વાન 3 દિવસ પહેલા લઈ ગયો હતો. જોકે આજદિન સુધી પરત ન આવતા ખેતમજુર યુવાને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ અંગે ફરીયાદ નોંધી પોલીસે અજાણ્યા શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના આંબલીયા ગામે રહેતા ઈબ્રાહીમભાઈ ઉર્ફે ભીખાભાઈ આમદભાઈ સીડા ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 16 ઓગષ્ટના કોઈ મોટી મારડ ગામનો અજાણ્યો સમીર નામનો શખ્સ તેમની પાસે વાન લેવાની ઈચ્છા જાહેર કરી હતી. જોકે ઈબ્રાહીમભાઈ પાસે વાન હોવાથી તેમણે 40000 હજારમાં વેચવા વાત કરી હતી.બાદમાં 37000માં સોદો ફાઈનલ થતા સમીરે વાનને કારીગરને બતાવી આવવાની વાત કરી વિશ્વાસમાં લઈ વાન લઈ ગયો હતો. જોકે તે પોતાની બાઈક ત્યાંજ ઈબ્રાહીમભાઈ પાસે મુકી ગયો હતો. આજદીન સુધી સમીર વાન લઈને પરત ન આવતા ઈબ્રાહીમભાઈએ જૂનાગઢ તાલુકા પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદના આધારે સમીરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...