પુર પિડીતોને રણછોડદાસજી બાપુ આશ્રમે સહાય મોકલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ગુજરાતમાંથયેલા અતિ વરસાદને કારણે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, ધાનેરા, દિયોધર, થરાદ વગેરે શહેરો તથા ગામડાઓમાં પુર આવ્યાં છે. જેના કારણે મોટી સંખ્યામાં ખાના-ખરાબી થઇ છે, જેના કારણે લોકોને જમવાનું, પીવાના પાણીની તંગી થઇ રહી છે. ત્યારે અસરગ્રસ્ત લોકો માટે રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા તમામ પ્રકારની સહાય, ફુડ પેકેટ તથા પાણીનાં પાઉંચ મોકલવામાં આવ્યાં છે અને ત્યાં રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા અસરગ્રસ્તો, પુર પીડીત લોકોને ભોજન મળી રહે તે માટે રસોડા ચલાવવામાં આવશે. જે લોકોએ સેવા આપવી તેઓએ 9879734178,8460928508, (0821) 2457009 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...