જૂનાગઢ ઝાેન- 5, વોર્ડ નંબર 13નો કલા મહાકુંભ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમત-ગમતઅને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત કલામહાકુંભ-2017 અંતર્ગત જૂનાગઢ શહેર ઝોન-5, વોર્ડ-13ની કલાકૃતિઓની સ્પર્ધાનું આયોજન પટેલ કેળવણી મંડળ અપર પ્રાયમરી ગર્લ્સ સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી વયગૃપના સંગીત,નૃત્ય અને વાદન વિભાગમાં અલગ-અલગ કૃતિઓ રજૂ કરી દરેક કલાકારે પોતાની કલા પ્રસ્તુત કરી હતી. જેમાં ઝોનકક્ષાઓ પ્રથમ આવેલા વિજેતાઓ જિલ્લા કક્ષાએ ભાગ લેેશે. કાર્યક્રમને સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલ તેમજ મંત્રી મોહનભાઇ દલસાણીયા અને કાંતીભાઇ વૈશ્નાણી તેમજ શાળા પરિવારે દરેક કલાકારને શુભેચ્છા પાઠવી હતી.

કલા મહાકુંભાં છાત્રોએ હોંશભેર ભાગ લીધો. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...