• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં વૈભવ ફાટક સાથે રિક્ષાની ટક્કર, ટ્રાફિકજામ થયો

જૂનાગઢમાં વૈભવ ફાટક સાથે રિક્ષાની ટક્કર, ટ્રાફિકજામ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલ્વે પોલીસે નાસી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી

જૂનાગઢનીવૈભવ ફાટક સાથે એક રિક્ષાની ટક્કર થતા ફાટકને નુકશાન પહોંચ્યું હતું જોકે જાનહાની થઇ હતી. જોકે સમયસર ફાટક દુર થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ફરાર થઇ ગયેલ રીક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં વૈભવ ફાટક પાસે આજે વહેલી સવારે એક રિક્ષાની ફાટક સાથે ટક્કર થઇ જતા ફાટકને નુકશાન પહોચ્યું હતું જોકે સદનસીબે કોઇ વાહનચાલકને ઇજા થતા રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ફાટકને ટક્કર માર્યા બાદ રીક્ષાચાલક નાસી ગયો હતો. અંગે રેલ્વે પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. અને રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ સમયસર તુટેલા ફાટકને દુર ખસેડવામાં આવતા ગાંધીચોકથી બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરનાં મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનની ફાટક બંધ થતાં અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ત્યારે આજે વચ્ચે ફાટક તુટી પડી હતી. રેલવે તંત્ર દ્વારા સમયસર ફાટક હટાવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ફાટક તુટી ગયા બાદ તેનો કાટમાળ રોડ પર પડયો રહયો. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...